• Home
  • Featured
  • Photos: શ્રીદેવીના નિધન બાદ દુબઈ દોડી ગયો હતો અર્જુન કપૂર, બહેનોને આપ્યો હતો સહારો

Photos: શ્રીદેવીના નિધન બાદ દુબઈ દોડી ગયો હતો અર્જુન કપૂર, બહેનોને આપ્યો હતો સહારો

 | 3:06 pm IST

કેટલાક સંબંધો એવા હોય છે જેની ચર્ચા તો થાય છે પણ આપણે સૌ જાણીએ છીએ કે એ માત્ર નામના જ સંબંધો હોય છે. અર્જુન કપૂર અને શ્રીદેવી બંનેને ક્યારેય તમે એક સાથે જોયા નહી હોય. પણ જ્યારે શ્રીદેવીનું નિધન થયુ ત્યારે લોકો હેરાન થઈ ગયા કે અર્જુન કપૂર આ સમયે તેના પિતા સાથે પુત્રનો સંબંધ નિભાવતો જોવા મળ્યો હતો અને સતત ખડે પગે રહ્યો હતો એટલું જ નહી તેની નાની બહેનો જ્હાન્વી અને ખુશીને પણ સંભાળી હતી.

અર્જુને જ્યારે આ અંગે પહેલી વખત તેનું મો ખોલ્યુ હતુ.અર્જુને જણાવ્યુ કે જ્યારે મને સમાચાર મળ્યા કે શ્રીદેવીનું નિધન થયુ છે મારૂ મગજ કામ કરતું બંધ થઈ ગયુ હતુ. જ્યારે આ સમાચાર મળ્યા અર્જુન દોડીને તેની માસી અર્ચના શૌરી પાસે પહોંચી ગયો હતો, તેણે પોતાની વાત જણાવી ત્યારે માસીએ કહ્યુ કે તારૂ દીલ જે કહે તે જ કર, ત્યારબાદ મે અંશુલા સાથે વાત કરી ત્યારબાદ હું પપ્પા પાસે દુબઈ પહોંચી ગયો.

અર્જુને કહ્યુ હુ અને મારી બહેન હંમેશા જ્હાન્વી અને ખુશીની સાથે જ છીએ. આ સમય અમારા પરિવાર માટે ખુબજ મુશ્કેલ હતો. મને ખુશી છે કે મે એ સમયે મારા દીલની વાત માની લીધી.

અર્જુને કહ્યુ મારી માતા પિતાને ખુબજ પ્રેમ કરતી હતી તે ઈચ્છતી હતી કે પપ્પાને ક્યારેય કોઈ તકલીફ ન પડે. તે હંમેશા ઇચ્છતી હતી કે તેમના નજીકના અને પ્યારા લોકો તેમની સાથે જ રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન