Arjun Kapoor Reacts To Marriage Rumors With Malaika Arora
  • Home
  • Entertainment
  • Bollywood
  • અર્જુને મલાઈકા સાથે લગ્ન બાબતે જણાવી ઘરની હકિકત, કહ્યું ‘તમને લાગે કે મારો પરિવાર…’

અર્જુને મલાઈકા સાથે લગ્ન બાબતે જણાવી ઘરની હકિકત, કહ્યું ‘તમને લાગે કે મારો પરિવાર…’

 | 11:55 am IST

સોશિયલ મીડિયામાં જો સૌથી વધારે કોઈ કપલ લવની બાબતમાં અને ઉમરની બાબતમાં પણ ચર્ચાતું હોય તો તે છે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે લગ્ન પર ખુલીને વાત કરી છે. લગ્નમાં કોને કોને બોલાવશે એ પણ વાત કરી છે. આ સાથે સાથે અર્જુને બહેન ખુશી અને જ્હાનવીની પણ વાત કરી છે.

એક ઈન્ટરવ્યૂમાં મલાઈકા સાથે લગ્ન વિશે અર્જુન કપૂરને સવાલ કરવામાં આવ્યો ત્યારે જવાબ આપ્યો કે, હજુ સુધી લગ્નનો કોઈ નિર્ણય નથી લીધો. પરંતુ લગ્ન વિશે જે કંઈ માહિતી હશે અમે બંન્ને સામેથી જણાવશું. લગ્નમાં અમે બધાને આમંત્રણ આપશું. પરંતુ અમે અત્યારે લગ્ન નથી કરવાનાં. અર્જુને કહ્યું કે શું તમે મારા પરિવારના લગ્નની રીત ભાત વિશે જાણો છો. તમને લાગે છે કે મને ચોરી છુપીથી મારો પરિવાર લગ્ન કરવા દેશે.

લગ્ન સિવાય બહેન વિશે વાત કરતા અર્જુને જણાવ્યું કે મને એના વિશે વધારે વાત કરવી પસંદ નથી. મારા વચ્ચે અને એના વચ્ચે બધા ભાઈ બહેન જેવો જ સંબંધ છે. અમે કેટલુક બોલીએ આ વિશે. જો બોલશું તો લોકો કહેશે કે પોપ્યુલર થવા માટે આ બધા કમઠાણ આદર્યા છે. મારી પાસે આવી હલકી વિચારશ્રેણી માટે સમય નથી.

આ વીડિયો પણ જુઓ: રાજકોટના ક્રિષ્નાપાર્કમાં દારૂ પાર્ટી મામલે રાજભા વાઘેલાનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન