arjun kapoor troll malaika arora while she is sleeping
  • Home
  • Entertainment
  • Bollywood
  • મલાઈકાને સૂતેલી જોઈને બોલ્યા વગર ન રહ્યો અર્જુન, સામે જવાબ સાંભળી ફેન્સ રાજીના રેડ થઈ ગઈ!

મલાઈકાને સૂતેલી જોઈને બોલ્યા વગર ન રહ્યો અર્જુન, સામે જવાબ સાંભળી ફેન્સ રાજીના રેડ થઈ ગઈ!

 | 4:06 pm IST

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે ભલે ઓફિશિયલ તેમના સંબંધોની કબૂલાત નથી કરી. પણ બંને ઘણીવાર સાથે જોવા મળે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે અને એક બીજાના ફોટા પર કોમેન્ટ કરતાં રહે છે. હાલમાં જ મલાઇકાએ તે સુતી હોય એવી તસવીર શેર કરી હતી. જેને જોઈને અર્જુન કપૂરે તેને ટ્રોલ કરી હતી.

કરિશ્મા કપૂર, કરીના કપૂર, અમૃતા અરોરા અને મલિકા ભટ્ટ પણ મલાઈકાએ શેર કરેલી તસવીરમાં સુતી જોવા મળી રહી છે. આ ફોટાની સાથે મલાઇકાએ કેપ્શનમાં લખ્યું છે, એકસાથે સૂઈ રહેલા દોસ્ત. આ પછી અર્જુને મલાઇકાની આ તસવીરની મજાક ઉડાવી હતી.

સૂતી વખતે મલાઇકાના ચહેરા પર સ્મિત છે. આ જોઈને અર્જુને કહ્યું કે, પણ તું સૂતાં સૂતાં હસી રહી છે, વાહ. તો મલાઇકા અરોરાએ જવાબ આપતા લખ્યું છે કે, અર્જુન કપૂર તને ખબર છે કે હું મારી ઊંઘમા પણ હસુ છું. બંનેની આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સને તે ખૂબ પસંદ આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મલાઇકા અને અર્જુન પણ ભૂતકાળમાં સાથે જોવા મળ્યા હતા. બંને એક સાથે ઊભા રહ્યા અને કોરોના કમાન્ડો માટે તાળીઓ પાડી હતી. આ બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જાહેર કર્ફ્યુ પછી પણ બંને એકબીજાને મળી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: હરિદ્ગારમાં યાત્રિકો જૂનાગઢ પરત ફર્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન