Arjun Kapoor's Indias Most Wanted Teaser Release Today
  • Home
  • Entertainment
  • Bollywood
  • અર્જુન કપૂરની ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ ફિલ્મનું ટીઝર રિલીઝ, મલાઈકાએ કરી આ કમેન્ટ

અર્જુન કપૂરની ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ ફિલ્મનું ટીઝર રિલીઝ, મલાઈકાએ કરી આ કમેન્ટ

 | 6:50 pm IST

અર્જુન કપૂરની આગામી ફિલ્મ ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’(India’s Most Wanted)નું ટીઝર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર એક અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં અર્જુન કપૂરે પ્રભાતનો પાત્ર ભજવ્યો છે. જે ભારતના સૌથી ખતરનાક આતંકીને પકડવાનું કામ કરે છે.

અર્જુન કપૂરનની આ ફિલ્મનું ટીઝર રિલીઝ થતા જ મલાઈકા અરોરાએ અર્જુન કૂપરના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કમેન્ટ કરી લખ્યું કે,‘શાનદાર અર્જુન કપૂર.’ જોકે બોલિવૂડની કેટલીક હસ્તીઓએ પણ આ ટીઝર પર કમેન્ટ કરી છે. જેમાં વિકી કૌશલ અને સંજય કપૂર સામેલ છે. ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ની કહાની પાંચ લોકોની છે. જે ભારતના ઓસામાને પકડવા માટે આકરી મહેનત કરે છે. ફિલ્મમાં ભારતના સૌથી ખતરનાક આતંકવાદીને પકડવાની કહાની દર્શાવવામાં આવી છે.

અર્જુન કપૂર આ ફિલ્મના માધ્યમથી પહેલીવાર રૂપેરી પડદે એક ઈન્ટેલીજેન્સ ઓફિસરનો પાત્ર ભજવશે. આતંકીઓને કોઈ પણ હથિયાર વિના જ પકડી પાડનારા રિયલ હીરોઝની સ્ટોરી આ ફિલ્મમાં છે. આ ફિલ્મના ડિરેક્ટર અને રાઈટર રાજ કુમાર ગુપ્તા છે. અર્જુન કપૂરની ‘ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ 24મી મેના રોજ રિલીઝ થશે. આ ફિલ્મની શૂટિંગ પટનામાં થઈ હતી. ત્યાં અર્જુન કપૂરે લગભગ એક સપ્તાહથી વધુ સમય વિતાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન