શ્રીદેવી અને તેની દીકરીઓ માટે સાવકા દીકરા અર્જુનનું શોકિંગ સ્ટેટમેન્ટ - Sandesh
NIFTY 10,560.70 +34.50  |  SENSEX 34,417.04 +85.36  |  USD 65.7825 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવી અને તેની દીકરીઓ માટે સાવકા દીકરા અર્જુનનું શોકિંગ સ્ટેટમેન્ટ

શ્રીદેવી અને તેની દીકરીઓ માટે સાવકા દીકરા અર્જુનનું શોકિંગ સ્ટેટમેન્ટ

 | 8:48 pm IST

અર્જુન કપૂરનું નામ બોલિવૂડમાં હવે જાણતું છે. અનિલ કપૂર અને સંજય કપૂરના ભત્રીજા તેમજ બોની કપૂરના દીકરા અર્જુને 2012માં આવેલી ફિલ્મ ‘ઇશ્કજાદે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બધા જ જાણે છે કે અર્જુન બોની કપૂર અને તેની પહેલી પત્ની મોનાનો દીકરો છે. જ્યારથી બોનીએ શ્રીદેવી માટે મોનાને ડિવોર્સ આપ્યા ત્યારથી અર્જુન કપૂર અને શ્રીદેવી વચ્ચે સારૂ બોન્ડિંગ જોવા મળતું નથી.

શ્રીદેવી દીકરી જ્હાન્વી હવે જ્યારે ફિલ્મોમાં એન્ટ્રી લેવાના પ્રયાસ કરી રહી છે ત્યારે અર્જુન કપૂરે એક ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અર્જુનને જ્યારે તેની સાવકી બહેનો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે તે તેમને નથી વધારે મળતો કે નથી તેમની સાથે સમય પસાર કરતો. આ ઇન્ટરવ્યૂમાં અર્જુને સોય ઝાટકીને સ્પષ્ટતા કરી દીધી છે કે તેના જીવનમાં શ્રીદેવી અને તેની દીકરીઓનું કોઈ સ્થાન નથી. અર્જુન કપૂરના રિલેશન તેની સાવકી માતા સાથે નોર્મલ નથી. થોડા સમય પહેલા તેણે સાવકી મા શ્રીદેવીને લઇને ખુલાસો કર્યો હતો કે તે(શ્રીદેવી) માત્ર તેના પિતાની પત્ની છે. તેનાથી વધારે કંઇ નહીં.

જોકે, અર્જુન જ નહીં બોલિવૂડમાં અનેક સ્ટાર્સ છે. જેમણે પિતાએ કરેલા બીજા લગ્ન સરળતાથી સ્વીકાર્યા નહીં. સમય જતાં કોઇ વચ્ચે સંબંધ સામાન્ય થયા તો કોઇ સ્ટાર્સ એવા પણ છે જે પોતાની સાવકી મોમનો સ્વીકાર ન કરી શક્યા.