બોલીવુડનાં આ હીરોને થઈ ગંભીર ઇજા, શેર કર્યો વિડીયો - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલીવુડનાં આ હીરોને થઈ ગંભીર ઇજા, શેર કર્યો વિડીયો

બોલીવુડનાં આ હીરોને થઈ ગંભીર ઇજા, શેર કર્યો વિડીયો

 | 12:58 am IST

હિન્દી સિનેજગતનો અભિનેતા અર્જુન રામપાલ અવાર નવાર ચર્ચાઓમાં રહ્યો છે. આજે એકવાર ફરી તેને લઇને ખબરો વહેતી થઇ છે. અર્જુન રામપાલને એક ઘટના દરમિયાન ઘૂંટણ ઉપર ગંભીર ઇજા થઇ છે. આ વાતની જાણ અર્જુન રામપાલે જાતે વીડિયો દ્વારા જણાવી છે.

તેણે ઇન્સ્ટાગ્રામ મારફ્તે વીડિયો અપલોડ કરી આ વાતની જાણ કરી છે. તેણે એક વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તે એમઆરઆઇ કરાવતો જોવા મળે છે. વીડિયો સાથે તેણે એક સ્ટેટસ પણ લખ્યું છે. જેમાં લખ્યું છે. ઘુંટણના તોડ લિયા, બહુત બુરા હુઆ, ગલત તાલમેલ, દુર્ઘટના, એમઆરઆઇ ઔર બિસ્તર પર.

તેમની ફ્લ્મિોની વાત કરીએ તો અર્જુન રામપાલ ટૂંક સમયમાં જ ફિલ્મ ‘પલ્ટન’માં જોવા મળશે. ઘણાં લાંબા બ્રેક બાદ તે ફ્લ્મિમાં નજર આવશે. ફ્લ્મિ ૭ સપ્ટેમ્બરના દિવસે રિલીઝ થઇ રહી છે.