Arjun Rampal Spot With South African Modal
  • Home
  • Featured
  • Photos: પત્નીને છૂટાછેડા આપ્યા બાદ આ મૉડલ સાથે જોવા મળ્યો અર્જુન રામપાલ

Photos: પત્નીને છૂટાછેડા આપ્યા બાદ આ મૉડલ સાથે જોવા મળ્યો અર્જુન રામપાલ

 | 11:49 am IST

બોલીવુડ અભિનેતા અર્જુન રામપાલ 20 વર્ષ પછી પોતાની પત્ની મેહર જેસિયાથી અલગ થઈ ગયો છે. છૂટાછેડા બાદ અર્જુન રામપાલનું નામ મૉડલ નતાશા સ્ટેનકોવિકથી જોડાયું હતુ, પરંતુ તાજેતરમાં જ અર્જુન રામપાલ સાઉથ આફ્રિકન મૉડલ ગૈબરીલા સાથે જોવા મળ્યો હતો. અર્જુન રામપાલ અને ગૈબરીલા બંને સારા દોસ્તો છે. તાજેતરમાં મુંબઈની એક જાણીતી રેસ્ટોરેન્ટ બહાર બંને સ્પૉટ થયા હતા.

અર્જુન અને ગૈબરીલાની મુલાકાત એક ક્રિકેટ સીરીઝ દરમિયાન થઈ હતી. આ પહેલા અર્જુન રામપાલ અને તેની પત્નીએ 20 વર્ષનાં લગ્ન જીવનને પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું હતું કે, “20 વર્ષની આ સુંદર સફરને પૂર્ણ કરવાનો સમય છે. અમે બંને સારા દોસ્ત રહીશું અને જ્યારે એકબીજાને જરૂરિયાત હશે તો સાથ પણ આપશું.”