Arjun rampal to become father again his girlfriend gabriella
  • Home
  • Featured
  • Photos: ફરી એકવાર પિતા બનશે અર્જુન રામપાલ, શેર કરી ગર્લફ્રેન્ડ સાથે ક્યુટ તસવીરો

Photos: ફરી એકવાર પિતા બનશે અર્જુન રામપાલ, શેર કરી ગર્લફ્રેન્ડ સાથે ક્યુટ તસવીરો

 | 10:29 am IST

બોલીવુડ એક્ટર અર્જુન રામપાલના પ્રશંસકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. અર્જુન રામપાલ ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યો છે. તેની ગર્લફ્રેન્ડ ગૈબ્રેલા પ્રેગ્નેટ છે, જો કે બંનેના હજુ લગ્ન થયા નથી. અર્જુન અને ગૈબ્રેલાએ સોશિયલ મીડિયા પર આ સમાચાર આપ્યા હતા. તસવીરોમાં ગૈબ્રેલા બેબી બંપ સાથે ખુબજ સુંદર લાગી રહી છે. અર્જુન રામપાલને પહેલી પત્નીથી બે પુત્રીઓ છે. ફરી એકવાર પિતા બનવાની વાતથી અર્જુન હાલ ખુબજ ખુશખુશાલ છે.

ગર્લફ્રેન્ડ સાથે તસવીર શેર કરતાં લખ્યુ કે તને મેળવીને ખુશખુશાલ છુ. નવી શરૂઆત કરવા જઈ રહ્યો છો. થેંક્યુ બેબી આ બેબી માટે. તેની ગર્લફ્રેન્ડે લખ્યુ કે તમને બંનેને મેળવીને ખુશ છુ તમને મળવાની રાહ જોઈ રહી છુ.

આપને જણાવી દઈએ કે અર્જુન રામપાલે 1998માં મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. 28 મે 2018 લગ્નના 20 વર્ષ પછી બંને અલગ થઈ ગયા હતા. બંને શા કારણે અલગ થયા તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી.

અર્જુન રામપાલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. તેમના લગ્નને લઈને કોઈ માહિતી સામે આવી નથી. એકટ્રેસ એમી જેક્સનને પ્રેગ્નેટ થવાની જાહેરાત કરી છે તે પણ લગ્ન પહેલાં માતા બનવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન