NIFTY 10,230.85 +63.40  |  SENSEX 32,633.64 +200.95  |  USD 64.7400 -0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • વિધાનસભા ચૂંટણીમાં બીજેપી માટે પ્રચાર કરશે અર્જુન રામપાલ

વિધાનસભા ચૂંટણીમાં બીજેપી માટે પ્રચાર કરશે અર્જુન રામપાલ

 | 11:23 am IST

બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ પાંચ રાજ્યોનાં વિધાનસભા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરશે. અર્જૂન 10 જાન્યુઆરીએ દિલ્હી સ્થિત મુખ્યાલય પહોંચ્યો હતો અને ત્યાં પહોંચીને તેણે બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત પણ કરી હતી.

કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત બાદ અર્જુન રામપાલે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ માટે જે કંઇ કરી રહ્યા છે. હું તેમનાં સમાર્થનમા છું. અર્જુને નોટબંધી અને સ્વચ્છ ભારત અભિયાનનાં વખાણ કરતા કહ્યુ, “મોદીજીએ દેશનાં ભલા માટે જે પગલા લીધા છે તે દેશ માટે સારૂ છે અને પોતાના કામનાં વખાણ કરવામાં કંઇ જ ખોટૂ નથી.”

arjun-rampal

જો કે, એવુ પણ અનુમાન લગાવામાં આવી રહ્યુ છે કે, અર્જુન રામપાલ બીજેપીમાં શામેલ પણ થઇ શકે છે. પરંતુ હાલમાં અર્જૂને આ વાતથી ઇન્કાર કર્યો છે. અર્જુન વિધાનસભા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરશે. એક ખબર અનસુર, જેકી શ્રોફ પણ બીજેપીમાં શામેલ થઇ શકે છે.