arjun reddy actor rahul ramakrishna open new think of her childhood
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘અર્જુન રેડ્ડી’ના એક્ટરે ખુલાસો કરીને ફિલ્મ જગતને ચોંકાવી દીધું, કહ્યું-નાનાપણમાં મારી પર દુષ્કર્મ થયું’તું

‘અર્જુન રેડ્ડી’ના એક્ટરે ખુલાસો કરીને ફિલ્મ જગતને ચોંકાવી દીધું, કહ્યું-નાનાપણમાં મારી પર દુષ્કર્મ થયું’તું

 | 2:38 pm IST

ફિલ્મ અર્જુન રેડ્ડીમાં વિજય દેવરકોંડાના મિત્રનો રોલ કરનાર અભિનેતા રાહુલ રામકૃષ્ણએ એક સનસની ખુલાસો કર્યો છે. જેના કારણે ફિલ્મ જગતમાં ચકચાર મચી ગઈ છે. સાથે સાથે અભિનેતાના ફેન્સ પણ હેરાન રહી ગયા. રાહુલે એક પછી એક ખુલાસા કર્યા અને કહ્યું કે, નાનપણમાં મારો રેપ થયો હતો. હવે રાહુલના આ નિવેદન પછી આખા ફિલ્મ જગતમાં તેની ચર્ચા થઈ રહી છે.

રાહુલે લખ્યું કે, નાનપણમાં મારો રેપ થયો હતો. મને નથી ખબર કે આ વિશે હું વધારે કઈ કહી શકું સિવાય કે, એ પછી હું મને ઓળખવા માંગુ છું. મને લાગે છે કે જીવનમાં ઘણુ ખાલી ખાલી હોય છે. હું આ ઘટનાને એક બ્લેક હોલની જેમ માનુ છુ. અને આ ઘટનાને મારી લાઈફમાં વધારે મહત્વ નથી આપવા માગતો.

આગળના ટ્વિટમાં રાહુલે લખ્યું કે, આ દર્દનાક છે. પરંતુ એ તમને પીડિત નથી ગણાવતા. તમે એક દાગ સાથે એક યોદ્ધા બની જાઓ છો. હું મારા પર થોપવામાં આવેલા ગુના સાથે જીવી રહ્યો છું. મને આ વાતનો ક્યારેય ન્યાય નહીં મળે. તમારા માણસોને સારા લોકો બનવા કહો.

રાહુલના આ ખુલાસા બાદ બધા સેલેબ્રિટીના રિપ્લાઈ આવી રહ્યા છે. પ્રિયદર્શીએ લખ્યું કે, હું કદાચ કોશિશ પણ કરીશ, તો આ દર્દને અનુભની નહીં શકુ. હું પણ કઈ નથી કરી શકતો. બસ આટલું કહીશ કે, મજબુત રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન