પપ્પાના કહ્યા પછી અર્જુન તેંડુલકરે કરિયરને લઈને લીધો મોટો નિર્ણય, બધા રહી ગયા હેરાન - Sandesh
NIFTY 10,360.15 -50.75  |  SENSEX 33,685.54 +-150.20  |  USD 64.9300 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પપ્પાના કહ્યા પછી અર્જુન તેંડુલકરે કરિયરને લઈને લીધો મોટો નિર્ણય, બધા રહી ગયા હેરાન

પપ્પાના કહ્યા પછી અર્જુન તેંડુલકરે કરિયરને લઈને લીધો મોટો નિર્ણય, બધા રહી ગયા હેરાન

 | 2:54 pm IST

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર પણ પોતાના પિતાની જેમ ક્રિકેટને પોતાનું સર્વસ્વ માની ચુક્યો છે અને આ માટે તે ઘણો સંઘર્ષ પણ કરી રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, અર્જુને ટુંક સમયમાં થનારી મુંબઈ T-20 લીગમાંથી પોતાનું નામ પાછુ ખેંચ્યું છે કારણકે તે આ મેચ માટે તૈયાર નથી. તમને જણાવી દઈએ કે આ લીગ 11 માર્ચથી 21 માર્ચ વચ્ચે રમાશે. સચિન તેંડુલકર આ લીગના બ્રાન્ડ એમ્બેસેડર છે. અર્જુને આ નિર્ણય પિતાની સલાહ લઈને જ કર્યો છે.

અર્જુનનું આ મેચમાં રમવું એ એક મોટી વાત હતી અને તેના પર્ફોમન્સની ઘણી ચર્ચા પણ ચાલી રહી હતી. અચાનક અર્જુને પોતાનું નામ પાછું ખેંચવાનો નિર્ણય લઇ લીધો હતો. અર્જુનના નામ પાછુ ખેચાતા ઓર્ગેનાઈઝર્સ પણ પરેશાન છે. કારણકે મુંબઈના ટોપ પ્લેયર્સ પહેલાથી અલગ કારણોસર વ્યસ્ત છે. અમુક શ્રીલંકામાં થનારી ટ્રાઈ સીરિઝની તૈયારી કરી રહ્યા છે તો અમુક નાગપુરમાં થનારી ઈરાની ટ્રોફીમાં વ્યસ્ત છે.

સચિન તેંડુલકરના સહયોગીએ અર્જુનની ટ્રેનિંગ પર વાત કરતાં કહ્યું કે, તેના કોચ બોલિંગ એક્શન સહિત દરેક વસ્તુનું ધ્યાન રાખી રહ્યા છે. અર્જુન ઝડપથી આગળ વધી રહ્યો છે, પરંતુ ઈજાને કારણે એકાદ વર્ષ તેનું ખરાબ ગયું. આ બધી વસ્તુઓને દૂર કરવા પર કામ કરી શકાય છે.