ગર્લફેન્ડને માર માર્યા બાદ ફરાર થયેલ આ અભિનેતાની ધરપકડ - Sandesh
NIFTY 10,842.85 +55.90  |  SENSEX 35,692.52 +209.05  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગર્લફેન્ડને માર માર્યા બાદ ફરાર થયેલ આ અભિનેતાની ધરપકડ

ગર્લફેન્ડને માર માર્યા બાદ ફરાર થયેલ આ અભિનેતાની ધરપકડ

 | 8:33 pm IST

ગત દિવસોમાં અરમાન કોહલી પર તેમની લિવ ઈન પાર્ટનર નીરૂ રંધાવાએ માર-પીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ અરમાન ઘણા દિવસોથી ફરાર હતા.પોલીસે મંગળવારે તેમની ધરપકડ કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, અરમાન પોતાના મિત્ર બાબાના લોનાવાલામાં આવેલ એક ફોર્મહાઉસમાં છૂપાયો હતો. પોલીસે અરમાનની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે, નીરૂએ સાંતાક્રૂજ (પશ્ચિમ) પોલીસ સ્ટેશનમાં અરમાન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. પોલીસે તેમના વિરુદ્ધ આઈપીસી સેક્શન 326 હેઠળ કેસ દાખલ કર્યો છે. આ મામલામાં અરમાનને 7 વર્ષની સજા થઈ શકે છે. ગત રવિવારે પોલીસે તેમના ઘરે પુછપરછ માટે પણ ગઈ હતી, પરંતુ અરમાન ત્યાં હાજર નહોતા.

અરમાન પોતાના ગુસ્સા માટે જાણીતા છે. તે બિગ બોસના ઘરમાં પણ પોતાનો ગુસ્સો બતાવી ચૂક્યા છે. તેમણે ઘણા કન્ટેસ્ટેંટ્સને ગાળો પણ આપી હતી અને તેમના સાથે હાથપાઈ પણ કરી હતી.