આર્માડિલો પોતાના શરીરને દડાની જેમ ગોળ વાળી શકે છે - Sandesh
  • Home
  • Kids Corner
  • આર્માડિલો પોતાના શરીરને દડાની જેમ ગોળ વાળી શકે છે

આર્માડિલો પોતાના શરીરને દડાની જેમ ગોળ વાળી શકે છે

 | 2:43 am IST

આર્માડિલો ચામડાનું જાડું કવચ ધરાવતું સસ્તન પ્રાણી છે. આર્માડિલોની બે જાતિ છે, જે અત્યારે હયાત છે. તેમાં એક છે ક્લેમિફોરિડા અને બીજી છે ડિસપોડિડે. સ્પેનિશમાં આર્માડિલોનો અર્થ નાના કવચ વાળો થાય છે. પોર્ટુગીઝ લોકો આર્માડિલો માટે તટુ શગ્દનો ઉપયોગ કરે છે, જે તૂપી ભાષામાંથી આવ્યો છે. આર્માડિલોની નવ જાતિઓ અને ૨૧ પ્રજાતિઓ વર્ણવામાં આવેલી છે. તેમાંના કેટલાક આર્માડિલો તેમના શરીર ઉપરના કવચ પરના પટ્ટાને આધારે અલગ પડે છે. તેમની સરેરાશ લંબાઇ લગભગ ૭૫ સે.મી. છે, જેમાં તેની પૂંછડીનો પણ સમાવેશ થાય છે. વિશાળ આર્મડિલો ૧૫૦ સે.મી. સુધી વધે છે અને ૫૪ કિગ્રા સુધીનું વજન ધરાવે છે. આ તમામ પ્રજાતિઓ અમેરિકામાં જોવા મળે છે, ત્યાંના વાતાવરણમાં રહેવા માટે તેઓ ટેવાયેલા છે. તાજેતરના અનુવંશિક સંશોધન મુજબ, વિશાળ કવચવાળા સસ્તન પ્રાણીઓમાંના ગ્લાયપ્ટોદન્ટ્સ નામની લુપ્ત થતી પ્રજાતિઓને આર્માડિલોના વંશમાં સમાવેશ કરવાનો અનુરોધ કર્યો છે. જેમણે ૩૫ લાખ વર્ષ પહેલા અલગ પાડવામાં આવ્યું હતું. આર્માડિલોની બીજી બધી જાતિની પ્રજાતિઓ પણ દક્ષિણ અમેરિકામાં વસે છે. તેઓ મોટેભાગે પેરાગ્વે અને તેની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. કવચ વગરની પૂંછડીવાળા આર્માડિલો અને નવ પડવાળા આર્માડિલો મધ્ય અમેરિકામાં જોવા મળે છે. થોડા ઘણા અંશે તે યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ જોવા મળે છે. ઉત્તર અમેરિકામાં તેમનો શિકાર ઓછો થતો હોવાથી તેમની પ્રજાતિમાં વધારો થયો છે.

આર્માડિલો નાના કદથી મધ્યમ કદ સુધીના જોવા મળે છે. સૌથી નાના ગુલાબી ફેરી જાતિના આર્માડિલો આશરે ૮૫ ગ્રામ વજન અને ૧૩થી ૧૫ સે.મી. લાંબા હોય છે. જ્યારે વિશાળ કદના આર્માડિલો એક નાના ડુક્કર જેટલા હોય છે. તેમનું વજન ૫૪ કિલોગ્રામ અને લંબાઇ ૧૫૦ સે.મી. હોય છે. તેઓ માટીમાં ઝડપથી ખાડો ખોદી શકે છે. ઘણી પ્રજાતિઓ તેમનાં તીક્ષ્ણ પંજા વડે માટી ખોદીને તેમાંથી નીકળતી ઇયળો, જીવ જંતુ અને મૂળીયાને ખાય છે. જ્યારે નવ પડનું કવચ ધરાવતી આર્માડિલો સમુદ્ર કે નદીને કિનારે જ્યાં ભેજવાળી જગ્યા હોય ત્યાં પોતાનું દર બનાવશે. કારણ કે તેવી જગ્યાએ તેને ખાડો ખોદતા આસાનીથી ખોરાક મળી રહે છે. દરેક આર્માડિલો પ્રજાતિનો આહાર અલગ-અલગ હોય છે. પરંતુ મુખ્યત્વે તેમાં જંતુઓ, ઇયળો અને મૂળીયા અને વનસ્પતિનો સમાવેશ થાય છે. તેમાંની કેટલીક પ્રજાતિઓ કીડી અને ઉધઇ પણ ખાય છે. આર્માડિલોની પીઠ ઉપર મુખ્યત્વે નાના હાડકાંની પ્લેટ હોય છે અને તેના શરીર ઉપર જાડુ કવચ હોય છે જેને સ્ક્રૂટ્સ કહેવામાં આવે છે. મોટાભાગની પ્રજાતિઓના ખભા અને નિતંબ ઉપર જાડુ પડ હોય છે, તેમજ તેની નીચેના ભાગે લવચીક ચામડી હોય છે. તેઓ શરીર ઉપરના જાડા કવચને કારણે પોતાની જાતની રક્ષા કરી શકે છે. જ્યારે કોઇ શિકારી તેનો શિકાર કરવા આવે ત્યારે આર્માડિલો પોતાના શરીરને દડાની જેમ ગોળ વાળી દે છે. જ્યારે કેટલીક પ્રજાતિઓ શરીરમાં હાડકાંની ઘણી બધી પ્લેટોને કારણે પોતાના શરીરને વાળી શક્તા નથી. આર્માડિલોના પગ ટૂંકા હોય છે, જેનાથી તે ઝડપથી દોડી શકે છે. આર્માડિલો પોતાના જાડા કવચને કારણે પાણીમાં પણ તરી શકે છે.

[email protected]