Armie Hammer's ex wife 'shocked' at cannibalism chats
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સેક્સ ચેટમાં દિગ્ગજ અભિનેતાની વાતો વાંચી પૂર્વ પત્નીની આંખો ફાટી ગઈ, કહ્યું-આ તો ડ્રેકુલા

સેક્સ ચેટમાં દિગ્ગજ અભિનેતાની વાતો વાંચી પૂર્વ પત્નીની આંખો ફાટી ગઈ, કહ્યું-આ તો ડ્રેકુલા

 | 11:01 pm IST
  • Share

એક જાણીતા અભિનેતાની (Actor) સેક્સ ચેટ સામે આવી ગયા બાદ સોશિયલ મીડિયા (Social Media)માં સનસની મચી જવા પામી હતી. આ સેક્સ ચેટમાં અભિનેતાની સેક્સ અને તેની યૌન કલ્પનાઓને લઈને સંપૂર્ણ ખુલાસા થઈ ગયા હતાં. પૂર્વ પત્ની (Ex Wife)એ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું હતું.

આ અભિનેતા છે હોલિવૂડનો આર્મી હૈમર (Armie Hammer). આર્મી હૈમરની કથિત ચેટ સામી આવી ગઈ હતી. જેમાં એ વાતનો ખુલાસો થયો હતો કે, અભિનેતા પોતાના બેડરૂમ (Bedroom)માં એ વાતને ખુલીને કહેવાનું પસંદ કરે છે કે તે એક દરિંદો છે અને પોતાની પ્રેમિકાને સ્લેવ કહી રહ્યો છે. એ પણ સામે આવી ગયું છે કે, અભિનેતા પોતાની તમામ યૌન કલ્પનાઓ પુરી કરે છે. જોકે હજી સુધી આ મામલે અભિનેતા કે તેની ટીમ તરફથી કોઈ ખુલાસો આવ્યો નથી.

પૂર્વ પત્ની એલિઝાવેથ ચેમ્બર્સ સાથેના 10 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો હતો. જોકે લગ્ન થયા ત્યારે આર્મી હૈમર એકદમ અલગ જ હતો. એલિઝાબેથના નજીકના જણાવ્યા પ્રમાણે લિલી જેમ્સ સાથીની રિલેશનશિપમાં હતો અને તેની આ બેવફાઈના કારણે જ તેના છુટાછેડા થયા હતાં.

આર્મી હૈમરની પૂર્વ પત્ની એલિઝાવેથ ચેમ્બર્સે સેક્સ ચેટ મામલે લાગેલા આરોપો પર કહ્યું હતું કે, તેના માટે આ ખુબ જ આંચકાજનક ઘટના હતી. તેમાં પણ આ બધુ જાણ્યા બાદ આર્મી એક રાક્ષસ જેવો લાગી રહ્યો છે.

જાહેર છે કે, આર્મી  હૈમર 2017માં ‘ઈન કોલ મી માય યોર નેમ’માં પોતાની ભૂમિકાને લઈને સૌથી વધારે જાણીતો બન્યો હતો. હવે તે પોતાની આગામી ફિલ્મ ‘ડેથ ઓન ધ નાઈલ’માં નજરે પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન