Army chief Naravane visits Ladakh after border skirmish at LAC
  • Home
  • Featured
  • ચીન સાથે તણાવની વચ્ચે લેહની મુલાકાતે પહોંચ્યા આર્મી ચીફ નરવણે

ચીન સાથે તણાવની વચ્ચે લેહની મુલાકાતે પહોંચ્યા આર્મી ચીફ નરવણે

 | 1:41 pm IST

લદ્દાખમાં ત્રણેય લોકેશન પર ચીનની સાથે તણાવ વચ્ચે આર્મી ચીફ એમએમ નરવણે લેહ પહોંચ્યા. આ દરમ્યાન તેમણે ટોચના અધિકારીઓની સાથે મુલાકાત કરી અને ત્યાંની સ્થિતિનો તાગ મેળવ્યો. સૂત્રોએ કહ્યું કે આર્મી ચીફે લેહ સ્થિત 14 સૈન્યદળોના હેડક્વાર્ટરની મુલાકાત લીધી. આ દરમ્યાન તેમણે ઉત્તરી કમાન્ડના મુખ્ય અધિકારીઓની સાથે ચર્ચા કરી અને હાલ શું પરિસ્થિતિ છે તે જાણ્યું.

સ્વાભાવિક છે કે ભારત અને ચીનની વચ્ચે સરહદ પર એક વખત ફરીથી તણાવ ઉભો થયો છે. સેના પ્રમુખના પ્રવાસ પહેલાં બંને દેશોની વચ્ચે સૈન્ય અધિકારીઓની વાતચીત શરૂ થઇ હતી. લદ્દાખ સેકટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની પાસે ભારત અને ચીનના ફીલ્ડ કમાન્ડરોની વચ્ચે ઉત્તરી લદ્દાખમાં ગાલવાન નાળા ક્ષેત્રમાં ચાલી રહેલા ગતિરોધને ઉકેલવા માટે વાતચીત ચાલી રહી છે.

ટોચના સરકારી સૂત્રોએ કહ્યું કે ચીન ભલે ક્ષેત્રમાં ભારતીય નિર્માણ ગતિવિધિઓ પર આપત્તિ વ્યક્ત કરી રહ્યા હોય પરંતુ તાજેતરમાં તેમના હેલિકોપ્ટર ભારતીય સીમામાં આવી ગયા હતા.

સરહદની નજીક ચીને બનાવ્યા કેટલાંય રસ્તા

સૂત્રોએ કહ્યું કે આપણા સેટેલાઇટ અને ગુપ્તચર માહિતી મળી છે કે ચીને ગાલવાન નદીની પાસે ભારતીય સરહદની પાસે સૈનિકોને લાવવા લઇ જવા અને સામાનની સપ્લાય કરવા માટે ક્ષેત્રમાં કેટલાંક રસ્તાનું નિર્માણ કર્યું છે. આ ગાલવાન નદી શ્યોક નદીની ભગિની નદી છે.

સૂત્રોએ કહ્યું કે દોલત બેગ ઓલ્ડી સેકટરમાં 81 બ્રિગેડના અધિકારીઓ અને તેના ચીની સમકક્ષોની વચ્ચે બેઠકો થઇ રહી છે. એટલે સુધી કે બંને પક્ષોએ ક્ષેત્રમાં પોત-પોતાની સૈન્ય ઉપસ્થિતિ પણ વધારી દીધી છે.

બે સપ્તાહથી તણાવ યથાવત

ગાલવાન નાળા ક્ષેત્રમાં નિર્માણ ગતિવિધિઓને લઇ બંને પક્ષોની વચ્ચે છેલ્લાં બે સપ્તાહથી સતત તણાવ વધ્યો છે. સૂત્રોએ કહ્યું કે ચીની માળખાકીય વિકાસ બાદ ભારતની તરફ LACના કિનારે BROનો ઉપયોગ કરતાં રસ્તાનું નેટવર્ક પણ બનાવ્યું.

ભલે ચીની હેલિકોપ્ટર્સ ગાલવાન નાળા ક્ષેત્રમાં LAC નજીક ઉડાન ભરી રહ્યા હયો પરંતુ આ ક્ષેત્રમાં ભારતીય ઉડાન ગતિવિધિઓ પર આપત્તિ ઉઠાવતું રહ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા ડોમેનમાં ટોચના અધિકારીઓની તરફથી સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને તણાવની સ્થિતિને ઓછી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ : દાહોદમાં અગ્રવાલ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન