Army Strategy For Control On Terrorist Speeches On Funeral Worked Well
  • Home
  • Featured
  • આતંકવાદીઓના જનાજામાં ભીડ અને ભાષણબાજો પર સેનાની રણનીતિ રંગ લાવી

આતંકવાદીઓના જનાજામાં ભીડ અને ભાષણબાજો પર સેનાની રણનીતિ રંગ લાવી

 | 11:39 pm IST

કાશ્મીરમાં આતંકના રસ્તા પર જઇ રહેલા લોકો પર લગામ અને આતંકીયોની નવી ટીમને તૈયાર થતા રોકવાની સેનાની રણનીતિ કામ કરી રહી છે. સેના દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન ઓલ આઉટ સાથે જ આતંકવાદીઓના જનાજામાં ભીડ ઓછી કરવી અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવતા ભડકાઉ ભાષણ પર લગામ લગાવતા પ્રાન્તમાં આતંકવાદનો દબદબો ઓછો થતો નજરે ચડી રહ્યો છે.

આ મામલે સેનાના સિનિયર અધિકારી જણાવે છે કે ગયા વર્ષે નવેમ્બરમાં જ્યાં 10 આતંકવાદી બન્યા અને ડિસેમ્બરમાં 20 યુવાનો આતંકવાદ સાથે જોડાયા હતા. આ વર્ષની શરૂઆતથી જ આતંકવાદીઓની રિક્રૂટમેન્ટમાં ખૂબજ ઘટાડો થયો છે અને ફેબ્રુઆરી મહિનામાં તો એકપણ આતંકવાદીની ભરતી થઇ શકી નથી. ગયા વર્ષે કુલ 214 યુવાનોએ આતંકવાદનો રસ્તો પકડ્યો હતો.

ભડકાઉ ભાષણ આપનારા પર લગામ

સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે યુવાનોને આતંકવાદ માટે પ્રેરિત કરવા માટે તેમના જ એક ગ્રુપમાંથી મોટિવેટર તૈયાર કરવામાં આવે છે. આ મોટિવેટ અલગ-અલગ જગ્યા પર જઇને યુવાનોના મગજમાં ઝેર ફેલાવવાનું કામ કરે છે. ઘાટીમાં કેટલાક મહિના પહેલા લગભગ 25 જેટલા ભાષણબાજ હતા, જેમાંથી લગભગ 18 જેટલા મોટિવેટર અલગ-અલગ જગ્યા પર થયેલી અથડામણમાં માર્યા ગયા હતા. આ મોટિવેટર પર લગામ લગાવવી ખૂબજ જરૂરી હતી કારણકે તેમના ભડકાઉ ભાષણના કારણે જ યુવાનો આતંકવાદનો રસ્તો પસંદ કરી લેતા હતા.

આતંકવાદીઓની અંદરો-અંદર થયેલી તકરાર

પ્રાપ્ત અહેવાલ મુજબ આતંકવાદીઓના સમર્થક થોડા-થોડા સમયે ‘ચલો’નો નારો આપતા હોય છે, જેનો મતલબ થાય છે કે કોઇ એક ખાસ જગ્યા પર ભેગા થવું. જ્યાં પહેલા અહીં 3-4 હજાર લોકો ભેગા થતા હતા, ત્યાં હવે માત્ર 11-12 લોકો જ ભેગા થઇ રહ્યા છે. અહીં લોકોને ખાવાનું અને અમુક જરૂરી સામગ્રી આપવામાં આવતી અને લોકોના મગજમાં ઝેર ફેલાવવામાં આવતું હતું.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ‘ચલો’નો નારો આપી રહેલા લોકોમાં ફંડને લઇને કેટલાક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે અને હવે કેટલાક ગ્રુપ જિલ્લામાં જ અલગ-અલગ જગ્યાએ ‘ચલો’નો કોલ આપવા લાગ્યા છે અને જેના કારણે લોકો પણ મૂંઝવણમાં ફસાય છે અને ડરના કારણે જાય પણ છે, પરંતુ ત્યાં પણ પ્રશ્નો સર્જાતા પોતાને આ દલદલમાંથી બહાર કાઢવા માંડે છે. હવે ઘાટીમાં ધીરેધીરે આ ટ્રેન્ડ ખતમ થઇ રહ્યો છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીનું માનવું છે કે જો આવી જ રીતે લગામ કસવામાં આવશે તો ધીરેધીરે આતંકવાદ તરફ યુવાનો જતા અટકી જશે.

ઘાટીમાં ક્યારે અને કેટલા નવા આતંકવાદી બન્યા?

વર્ષ 2014માં 63

વર્ષ 2015માં 83

વર્ષ 2016માં 84

વર્ષ 2017માં 128

વર્ષ 2018માં 214

વર્ષ 2019થી અત્યાર સુધી 3

ક્યારે કેટલા આતંકવાદીઓ માર્યા ગયા?

વર્ષ 2014માં 104

વર્ષ 2015માં 101

વર્ષ 2016માં 141

વર્ષ 2017માં 213

વર્ષ 2018માં 254

વર્ષ 2019થી અત્યાર સુધી 44

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન