Arnab Goswami Was Celebrating Death Of Arun Jaitley! Leaked Chat Exposes
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અર્નબ ગોસ્વામીની વ્હોટ્સઅપ ચેટના ખુલાસાથી ખળભળાટ, જેટલીના મોતની ઉજવણી કરેલી

અર્નબ ગોસ્વામીની વ્હોટ્સઅપ ચેટના ખુલાસાથી ખળભળાટ, જેટલીના મોતની ઉજવણી કરેલી

 | 10:55 pm IST
  • Share

રિપબ્લિક ટીવી (Republic TV) ના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામી (Arnab Goswami) ફરી એકવાર વિવાદનું કેન્દ્ર બન્યો છે. તાજેતરમાં જ લીક થયેલી અર્નબની વ્હોટ્સઅપ ચેટ (WhatsApp Chet) માં એક પછી એક સનસની ખુલાસાઓ થઈ રહ્યાં છે. વ્હોટ્સએપ ચેટમાં સામે આવેલી વિગતો પ્રમાણે અર્નબ ગોસ્વામીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી (Arun Jaitley)ના નિધન પર જશ્ન મનાવ્યો હતો.

જાણીતિ હસ્તીઓ અને અનેક જાણીતા લોકોએ અર્નબ ગોસ્વામીની આ હરકતને નિચલી કક્ષાનું પત્રકારત્વ ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રિપબ્લિક ભારત દ્વારા ટીઆરપી (TRP)નો ખેલ કરવામાં આવી રહ્યો હોવાને લઈને એર્નબ ગોસ્વામી પર ગંભીર આરોપ લાગ્યા છે.

રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામીની લીક થયેલી વોટ્સએપ ચેટમાંથી જાણવા મળે છે કે, કેવી રીતે તેણે ચેનલની ટીઆરપી વધારવા માટે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના નિધનને પણ છોડ્યુ નહોતુ. જેટલીના નિધનને રિપબ્લિક ભારત હિંદી એક મોટી જીતના રૂપમાં જશ્ન તરીકે મનાવ્યુ હતું. અર્ણબ ગોસ્વામી અને બ્રોડકાસ્ટ ઓડિયંસ રિસર્ચ કાઉંસિલના મુખ્ય કાર્યકારી અધિકારી પાર્થો દાસગુપ્તાની સાથે વોટ્સએપ ચેટથી પર્દાફાશ થયો છે. બાર્કના ચીફ એક્ઝીક્યૂટિવ પાર્થો દાસગુપ્તાની વચ્ચેનું ચૈટ એક અંગ્રેજી અખબારના હાથે આવી ગયુ છે.

દાસગુપ્તા અને ગોસ્વામી વચ્ચે થયેલી આ વાતચીતનો ખુલાસો મુંબઈ પોલીસે કર્યો છે. ત્યાર બાદ રિપબ્લિક ભારતના એડિટર ઈન ચીફ પર સવાલોનો મારો થઈ રહ્યો છે. ગોસ્વામીનું ચેટ સામે આવ્યા બાદ તેના પર ચેનલની ટીઆરપીને ફાયદો પહોંચાડવા માટે પત્રકારિતાની નૈતિકતાને કોરાણે મુકવાનો પણ આરોપ લાગવાના શરૂ થઈ ગયા છે.

મુંબઈ પોલીસે ગત 24 ડિસેમ્બરના રોજ દાસગુપ્તાની ધરપકડ કરી હતી. રિપબ્લિક ટીવીના અર્ણબ ગોસ્વામી સાથે જોડાયેલી લગભગ એક હજાર પાનાની વોટ્સએપ ચેટ છેલ્લા બે દિવસમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની વાત માનીએ તો આગામી દિવસોમાં હજૂ પણ આવી હજારો ચૈટ્સ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે. આમ આવનાર સમયમાં અર્નબ ગોસ્વામીની મુશ્કેલીઓ વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન