આરેમાં બંધાયેલું જિમખાના ધૂળ ખાઇ રહ્યું છે - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • આરેમાં બંધાયેલું જિમખાના ધૂળ ખાઇ રહ્યું છે

આરેમાં બંધાયેલું જિમખાના ધૂળ ખાઇ રહ્યું છે

 | 12:19 am IST

મુંબઈ, તા. ૨૧

મ્હાડાના ભંડોળમાંથી બાંધવામાં આવેલું વિવાદાસ્પદ ‘આરે જિમ્નેજિશમ એન્ડ એક્ટિવિટી સેન્ટર’ જિમખાના હસ્તાંતરણની પ્રક્રિયામાં અટવાયું હોવાને કારણે જિમખાના તૈયાર થઇ ગયું હોવા છતાં છ મહિનાથી બંધ છે. આને કારણે સ્થાનિક રહેવાસીઓ આ જિમખાનાના વપરાશથી વંચિત છે. વપરાશ અને દેખભાળ ન થતાં હોવાને કારણે જિમખાના વિસ્તારમાં કચરાનો ઢગલો ખડકાયો હોઇ ઘણી અવ્યવસ્થા ઊભી થઇ છે.

આરે ખાતે સ્થાનિક આદિવાસી રહેવાસીઓ માટે આરે ચેકનાકા ખાતે ૨૦૧૨-૧૩માં સ્થાનિક વિધાનસભ્ય રવીન્દ્ર વાયકરે આરે જિમ્નેશિયમ એન્ડ એક્ટિવિટી સેન્ટરનું બાંધકામ કર્યું હતું. જિમખાનાની સાથે અખબારો વાંચવા માટેની લાઇબ્રેરી પણ બાંધવામાં આવી હતી. આ માટે વિધાનસભ્ય ભંડોળ અને મ્હાડાના ભંડોળનો વપરાશ કરવામાં આવ્યો હતો. આ જિમખાનાનું ઉદ્ઘાટન યુવાસેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન થયાના થોડા દિવસ બાદ જિમખાનાનું બાંધકામ અનધિકૃત હોવાનો આરોપ મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે કર્યો હતો. આને કારણે આ જિમખાના વિવાદના ઘેરામાં આવ્યું હતું. પરિણામે તેનો તાબો મ્હાડા પાસેથી જિલ્લાધિકારી કાર્યાલય પાસે ગયો. જિમખાનાનું બાંધકામ અનધિકૃત ન હોવાનું સ્પષ્ટ થયા પછી પણ આ જગ્યાનો તાબો જિલ્લાધિકારી પાસે જ છે. જિમખાના ખુલ્લું મુકાયું ન હોવાને કારણે સ્થાનિકો તેના વપરાશથી વંચિત છે. જિમખાનાનો તાબો મળે તે માટે સ્થાનિક આદિવાસી સંસ્થાએ જિલ્લાધિકારી કાર્યાલય પાસે અરજી કરી છે.

જોકે લાલફિતાશાહીના કારભારમાં તેની ટ્રાન્સફરની પ્રક્રિયામાં વિલંબ થતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ બાબતે મ્હાડાનો સંપર્ક સાધવામાં આવતાં આ વિષય એમએમઆરડીએથી સંબંધિત ન હોવાને કારણે તેની પર પ્રતિક્રિયા આપવાનું મુખ્ય અધિકારી સુભાષ લાખેએ નકારી દીધું હતું.

જિમખાના ખુલ્લું મુકાયા બાદ તે હવે કોના તાબામાં રહેશે તેની પર પણ વિવાદ ચાલી રહ્યો છે. આ જિમખાના આરેના રહેવાસીઓને ન નફો ન નુકસાન ધોરણ પર ચલાવવા માટે આપવું. તેમ જ તાબો સ્થાનિક આદિવાસી સંસ્થા પાસે રહે, એવી માગણી સ્થાનિક નાગરિક કિશોર પુંડેએ કરી છે. જિમખાના આરેના આદિવાસી નાગરિકો માટે જ બાંધવામાં આવ્યું હોય તો આદિવાસીઓ પાસેથી નામ પૂરતા દરે કે પછી મફતમાં પ્રવેશ આપવામાં આવે. તેમ જ જલદીમાં જલદી આ જિમખાનાને ખુલ્લું મૂકવામાં આવે આવે, એવી માગણી આરેના એક વરિષ્ઠ નાગરિક ચંદુ જાધવે કરી હતી.

;