Arpinder Singh is the first Indian to win a medal in the IAAF Continental Cup
  • Home
  • Sports
  • Other Sports
  • અર્પિંદર સિંહ IAAF કૉન્ટિનેન્ટલ કપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય

અર્પિંદર સિંહ IAAF કૉન્ટિનેન્ટલ કપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય

 | 12:08 pm IST

ત્રિકૂદ (ટ્રિપલ જમ્પ)ના એથલીટ અર્પિંદર સિંહએ આઇએએએફ (IAAF) કોન્ટિનેંટલ કપમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ભારતીય રમતોમાં ઇતિહાસ રચી દીધો છે. પરંતુ સ્ટાર ભાલા ફેંક એથલીટ નીરજ ચોપડા સારૂ પ્રદર્શન કરી શક્યા નહી અને છટ્ઠા સ્થાન પર રહ્યા.

અર્પિંદર આ ટૂર્નામેન્ટમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે. જકાર્તા એશિયાડ રમતોમાં સ્વર્ણ મેડલ જીતનારા અર્પિંદરએ પોતાના પ્રથમ પ્રયાસમાં 16.59 મીટર કૂદકો લગાવ્યો હતો. જેના પછી બે પ્રયત્નોમાં તે 16.33 મીટરનો જ કૂદકો લગાવી શક્યા અને આ પ્રકારે બે એથલીટો વચ્ચે ફાઇનલ કૂદકામાં સ્થાન બનાવવામાં તે નિસ્ફળ રહ્યા. જોકે આ ભારતીય બ્રૉન્ઝ મેડલ જીતવામા સફળ રહ્યા.

25 વર્ષના અર્પિંદર વર્ષમાં એકવાર યોજાનાર આ પ્રતિયોગિતામાં એશિયા પેસેફિક ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમણે જકાર્તામાં 16.77 મીટરનો કૂદકો લગાવ્યો હતો. જોકે તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 17.17 મીટર છે, જે તેમણે 2014માં કર્યુ હતું.

કોઇ પણ ભારતીય અત્યાર સુધીમાં કોન્ટિનેંટલ કપમાં મેડલ જીતી શક્યુ નથી, જેને વર્ષ 2010 પહેલા આઇએએએફ વિશ્વકપના નામથી જાણવામા આવતુ હતું. અમેરિકામાં યોજાયેલ ઓલંપિક અને વિશ્વ ચેમ્પિયન ક્રિસ્ટિયન ટેલરે 17.59 મીટરનો કૂદકો લગાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.