Arrest warrant Issue against Gujarat Fisheries Minister Purshottam Solanki over a Fisheries Scam
  • Home
  • Featured
  • લોકસભાની ચૂંટણી પહેલા BJPને ઝાટકો, ગુજરાત સરકારના મંત્રીની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

લોકસભાની ચૂંટણી પહેલા BJPને ઝાટકો, ગુજરાત સરકારના મંત્રીની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

 | 8:19 pm IST

લોકસભાની ચૂંટણીની ચૂંટણી પહેલા જ ભાજપાના સરકારમાં મંત્રી પરસોત્તમ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે. રૂપિયા 400 કરોડના ફીશરીઝ કૌભાંડ મામલે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી વિરુદ્ધ સ્પેશ્યલ એસીબી કોર્ટે ધરપકડ માટે વોરંટ ઈસ્યું કર્યું છે.

અગાઉ પુરૂષોત્તમ સોલંકી કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન રહેતા બિન જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કરાયું હતું. આમ છતાં સોંલકી ગેરહાજર રહેતા બિનજામીન પાત્ર વોરન્ટ માટે અરજી કરાઈ હતી. જેને કોર્ટે માન્ય રાખતા ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એસીબી કોર્ટ દ્વારા ફીશરીજ કૌભાંડ મામલે સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી અને દિલિપ સંઘાણી વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરી કોર્ટમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, પરસોત્તમ સોલંકી આજે કોર્ટમાં હાજર ન રહેતા તેમની સામે આજે ધરપકડનું વોરંટ ઈસ્યું કરવામાં આવ્યું છે.

દિલિપ સંઘાણી તેમના વકિલ મારફતે કોર્ટમાં હાજર રહ્યા હતા, પરંતુ પરસોત્તમ સોલંકી સામે પણ બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યું હોવા છતા હાજર ન રહેતા ધરપકડ વોરંટ ઈસ્યું કરવામાં આવ્યો છે. અગામી સુનાવણી 20 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. હવે એસીબી દ્વારા મંત્રી પરસોત્તમ સોલંકીની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના.

ઉલ્લેખનીય છે કે, રૂપિયા 400 કરોડના ફિશરીઝ કૌભાંડના આરોપમાં રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીને આગામી પંદર દિવસમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ હાજર થવા માટે હાઇકોર્ટે ફરમાન કર્યું હતું.

શું છે આખુ કૌભાંડ

એસીબીએ તેમની તપાસમાં સોલંકીને મુખ્ય સૂત્રધાર દર્શાવ્યા છે. માછીમારોને અપાતો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ 2008માં પૂરો થયો. 2૦૦9માં હરાજી કરી આ કોન્ટ્રક્ટ પુન: આપવાના હતા, પરંતુ પરૂષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઈઝથી પહેલા 12 લોકોને અને પછી 38 લોકોને કોન્ટ્રક્ટ આપી દીધા. હરાજી વિના કોન્ટ્રક્ટ આપવા કેબિનેટની મંજૂરી લેવાની રહે છે. આ મંજૂરી સોલંકીએ મેળવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન