આર્થરાઇટિસના દર્દી માટે ડાયેટ - Sandesh
NIFTY 10,993.25 -25.65  |  SENSEX 36,509.86 +-31.77  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • આર્થરાઇટિસના દર્દી માટે ડાયેટ

આર્થરાઇટિસના દર્દી માટે ડાયેટ

 | 12:56 am IST

ડાયટ ટિપ્સઃ હિરલ ભટ્ટ

આર્થરાઇટિસને આપણે સંધિવાના નામે ઓળખીએ છીએ. તે ઓસ્ટિઓઆર્થરાઇટિસ કરતાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ૨૫ થી ૫૦ વર્ષના લોકો ઉપરાંત બાળકોમાં પણ થાય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં તેનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેમાં સાંધાના સાઇનોવિયમમાં સોજો આવે છે અને સમય જતા સાંધા વિક્રૃત બને છે.

તેમાં દર્દીને સમતોલ આહાર આપવો જરૂરી છે. દર્દીનું વજન અને તંદુરસ્તી સામાન્ય હોય તો તેને સામાન્ય આહાર આપવો જોઇએ. રુમેટોઇડ આર્થરાઇટિસના ઘણા દર્દી દૂબળા હોય છે. હાથ અને આંગળાંના સાંધાને અસર થવાથી તેઓ જાતે ભોજન લેવામાં મુશ્કેલી અનુભવે છે. વજન ઘટી ગયું હોય તેવા દર્દીને હાઇકેલરી, હાઇ પ્રોટીન ડાયેટ આપવો. મેદમય દર્દીએ વજન ઘટાડવું જેથી સાંધા પર ઓછું વજન આવે. કેટલીક વાર હોર્મોન દ્વારા પણ સારવાર કરવામાં આવે છે. આવી સારવાર દરમિયાન સોડિયમનું નિયમન કરવું. ઉગ્ર આર્થરાઇટિસમાં શરીરને બહુ ઓછી કસરત મળવાને કારણે કબજિયાત થાય છે. આવી પરિસ્થિતિમાં વધુ રેસા અને વધુ પ્રવાહી વાળો આહાર આપવો. આર્થરાઇટિસનો રોગ લાંબા ગાળા સુધી રહેતો હોવાથી તેમાં યોગ્ય ખોરાક લેવાનું મહત્ત્વ વધારે હોય છે, માટે માત્ર દવાઓના આધારે આર્થરાઇટિસમાંથી મુકિત ન મેળવી શકાય.

આર્થરાઇટિસ થવાનું કારણ

પ્રમુખ કારણોમાં માંસાહાર, તીખો ખોરાક, મસાલાવાળો આહાર, મદ્ય પાન, કુપોષણ, પરિશ્રમ પછી તેમજ ગરમીમાંથી આવીને તરત જ પીવાથી, કસરત ન કરવી અથવા અતિશય કસરત કરવી, સાંધામાં યુરિક એસિડનું જમા થવું, વગેરે. આજકાલ ચિકનગુનિયા પણ ઢીંચણના દુખાવા અને સાંધાના દુખાવાનું કારણ બની ગયું છે.

આર્થરાઇટિસમાં શું ખાવું ?

સરળતાથી પચે તેવો ખોરાક લેવો. દા.ત. મગની ફેતરાવાળી દાળ લેવી.

ઘઉં, જવ, રાઇ, બાજરી, વગેરે અનાજ લેવું.

ફ્ળ અને શાકભાજીમાં મેથી, સરસોની ભાજી, કાકડી, દૂધી, તુરીયા, કોબીજ, પરવળ, લસણ, ગાજર, બટાકા, આદુ, કારેલા લેવા.

બીન્સ, ચેરી, મશરૂમ, ઓટ્સ, સંતરા, બ્રાઉનરાઇસ, લીલા પાનવાળા શાક, સૂંઠ, નાસપતિ, સુરજમુખીના બી, ઈંડાં ( સોયા મિલ્ક , સોયા પનીર, ટોપરુ વગેરે.), પપૈયા, લાલ સિમલા મરચાં, બ્રોકોલી, અજમો, અનાનસ, દાડમ, કેરી, એલોવેરા, આમળા, સફરજન, કેળા, તરબૂચ, બ્લુબેરી, અને સ્ટ્રોબેરી લઇ શકાય.

ડેરી ખાદ્ય જેમકે દૂધ અને દૂધમાંથી બનાવેલા ખાધ્યો જેવાં કે દહીં પનીર વગેરે કેલ્શિયમના સારા સ્ત્રોત છે. પરંતુ આ રોગમાં દૂધ દહીંનુ પ્રમાણ ઓછું કરી કેલ્શિયમ માટે ફ્ળ અને શાકભાજી લેવાનો આગ્રહ રાખો.

પાણીનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય તેવા ફ્ળો લેવાનો આગ્રહ રાખો, જેવાં કે, તરબૂચ, પપૈયા, કાકડી વગેરે.

ગોળ, ફ્ણગાવેલા કઠોળ, સાબુદાણા પણ લઇ શકાય.

બદામ, અખરોટ, કાજુ, મગફ્ળી વગેરે લેવા.

અળસીના તેલનો ઉપયોગ વધુ કરવો.

ગ્રીન-ટી અથવા તુલસી વાળી ચા પીવી.

હિંગ, મધ, અશ્વગંધા, અને હળદર પણ આર્થરાઇટિસમાં લાભદાયી છે.

એક વરસ જૂનાં ચોખા, પરવળ, કારેલા જેવા શાકનો ઉપયોગ વધુ કરવો.

લસણ આ દુખાવામાં ખૂબ મદદ કરે છે.

શું ના ખાવું ?

આર્થરાઇટિસમાં વાસી ઘી-તેલમાં તળેલું, ખાંડ, ચિપ્સ, અથાણાં, ચટણી, પાપડ, તીખો-મસાલેદાર ખોરાક ના લેવો.

કેક, પેસ્ટ્રી, કુકીસ, ચોકલેટ, સોફ્ટ ડિં્રક અને મેંદામાંથી બનાવેલ ખાધ્ય પદાર્થ, ટીન પેક ખાધ્ય, ફ્.રોઝન ફ્ુડને જંક ફ્ુડ, સફ્ેદ બ્રેડ બિલકુલ ના લેવી.

મધ્યપાન, માખણ, ટામેટાં, લાલ મરચાં, ભીંડા, અડદની દાળ, રાજમા, ફ્ુલાવર, આમચૂર, ભાત, માંસ, મસુરની દાળ પર નિયંત્રણ રાખવું.

આર્થરાઇટિસમાં ગેસ ઉત્પન્ન કરતો વાસી, ખાટો કે ઠંડો ખોરાક ના લેવો.

આર્થરાઇટિસમાં યુરિક એસિડ વધારતો ખોરાક ના લેવો.

આર્થરાઇટિસમાં રાત્રે કે સાંજના સમયે દહીં, છાશ, કે લસ્સીથી દૂર રહેવું.

ખાટા ફ્ળો જેવાં કે કાચીકેરી, આંબલી વગેરે ના લેવા.

વધુ માત્રામાં નમક લેવાથી શરીરમાંથી કેલ્શિયમ ઓછું થાય છે. જેના પરિણામે હાડકાં બરડ થાય છે, માટે આર્થરાઇટિસમાં પ્રોસેસ ફ્ુડ અને ફ્રોઝન ફ્ુડથી સાવધાની રાખવી. ખાસ કરીને ખોરાકમાં ક્યારેય પણ ઉપરથી નમક લેવું જોઇએ નહીં.

વધુ કેફીનયુક્ત પદાર્થ જેવા કે કોફી, ચા, સોડા ન લેવા જોઇએ. દિવસમાં ૨-૩ કપ થી વધારે કોફી હાડકાંને નુકસાન પહોંચાડે છે.

મૂળા અને અડદ ના લેવા.

તાવ આવતો હોય તો ભાત પણ ના લેવા જોઇએ.

[email protected]