આર્થર એશ સ્ટેડિયમની રેઇન પ્રૂફ છત નીચે નડાલનો વિજય - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • આર્થર એશ સ્ટેડિયમની રેઇન પ્રૂફ છત નીચે નડાલનો વિજય

આર્થર એશ સ્ટેડિયમની રેઇન પ્રૂફ છત નીચે નડાલનો વિજય

 | 1:04 am IST
  • Share

રેઇન પ્રૂફ આર્થર એશ સ્ટેડિયમમાં ચોથા ક્રમાંકિત સ્પેનના રફેલ નડાલે ઇટાલીના આન્દ્રેસ સેપ્પીને ૬-૦, ૭-૫, ૬-૧થી પરાજય આપ્યો હતો. આ મેચના બીજા સેટ વખતે બંને ૩-૩ની બરાબરી પર હતાં ત્યારે વરસાદને કારણે મેચ રોકવી પડી હતી. આ વખતે નવી ટેક્નિક સાથે તૈયાર કરવામાં આવેલી સ્ટેડિયમની છતને પાંચ મિનિટ ૩૫ સેકન્ડ પછી ઢાંકી દેવાતાં મેચ ફરી શરૂ થઈ હતી.

જેમાં નડાલે જીત મેળવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં નડાલનો સામનો ૪૭મી રેન્ક ધરાવતા રશિયાના આન્દ્રે કુઝનેત્સોવ સામ થશે. પુરુષ વિભાગના અન્ય મુકાબલામાં નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચને પરસેવો વહાવ્યા વિના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હતો. બીજા રાઉન્ડમાં જોકોવિચનો સામનો ચેક ગણરાજ્યના જેરી વેસેલી સામે હતો પરંતુ વેસેલી હાથમાં ઇજા થઈ હતી જેને કારણે મેચમાંથી ખસી ગયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો