Article 370 and J&K Issue Pakistan Minister's Busy In Propaganda
  • Home
  • Featured
  • સુધરે એ બીજા, ખુદ પાકિસ્તાનના મંત્રીઓ જ રચી રહ્યા છે ભારત વિરૂદ્ધ ખતરનાક ષડયંત્ર

સુધરે એ બીજા, ખુદ પાકિસ્તાનના મંત્રીઓ જ રચી રહ્યા છે ભારત વિરૂદ્ધ ખતરનાક ષડયંત્ર

 | 8:08 pm IST

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને સમસમી ગયેલા પાકિસ્તાન હવે એક નવા જ ષડયંત્રનો સહારો લઈ રહ્યું છે. જેમાં ખુદ ખુદ પાકિસ્તાનના મંત્રી પણ શામેલ છે. આ માટે પાકિસ્તાનના મંત્રી એકદમ પાયાવિહોણા ટ્વિટ કરીને દુનિયામાં ભારતીય સુરક્ષા બળોની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જોકે આ વખતે તેમની આ મેલી મુરાબ સામે આવી ગઈ છે.

પાકિસ્તાનના વિજ્ઞાન મંત્રી ચૌધરી ફવાદ હુસેને પંજાબી કાર્ડ રમતા ટ્વિટ કર્યું હતું કે, ભારતેઉઅ સેન્યમાં પંજાબી સૈનિકોને કાશ્મીરમાં આપરાધ અને અન્યાયનો ભાગ બનવાથી ઈનકાર કરી દેવો જોઈએ.

એક તરફ ફવાદ હુસેન પંજાબી પ્રોપેગેંડા ચલાવી રહ્યાં હતાં તો પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકે કાશ્મીરીઓ પરના અત્યાચારોને લઈને એકદમ જુઠ્ઠા દાવા કર્યા હતાં. જોકે જમ્મુ-કાશ્મીર પોલીસે પણ આ જુઠ્ઠાણાનો તત્કાળ ટ્વિટર દ્વારા જ જડબાતોડ જવાબ આપ્યો હતો. પોલીસે પાકિસ્તાનના આ નેતાઓને ટેગ કરીને લખ્યું હતું કે – આ વાતો એકદમ બકવાસ છે. સાથે જ જમ્મુ-કાશ્મીર પોલીસે ટ્વિટર સપોર્ટને ટેગ કરી પાકિસ્તાનના આ નેતાઓ વિરૂદ્ધ પગલા ભરવાની પણ માંગણી કરી છે.

જ્યારેથી ભારતે 370 કલમ હટાવી છે અને જમ્મુ-કાશ્મીર રાજ્યનું પુન:ગઠન કર્યુ છે ત્યારથી પાકિસ્તાન કોઈને કોઈ ઉંબાડિયા કરી રહ્યું છે. દુનિયાભરમાં અનેક દેશોના દ્વારે ભટકી આવ્યા બાદ હતાશ પાકિસ્તાન હવે ભારત વિરૂદ્ધ નવા જ પેંતરા રચી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિકે સાવ બનાવટી દાવો કરતા ટ્વિટર પર લખ્યું હતું કે, ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં હેલિકોપ્ટરો વડે હુમલાઓ કરી રહી છે. કાશ્મીરમાં સંપૂર્ણપણે બ્લેકઆઉટ છે. રહેમાન મલિકે આટલુ હળહળતુ જુઠ્ઠાણું ઓછું હોય તેમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને યૂએનને પણ ટેગ કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, આર્ટિકલ 370 ટાવવાને લઈને દુનિયાભરમાં એક પ્રોપેગેંડા ફેલાવીને મદદની ભીખ માંગી રહેલા પાકિસ્તાનના ગાલ પર સણસણતો તમાચો પડી ચુક્યો છે. અમેરિકા, ચીન, રશિયા, સંયુક્ત રાષ્ટ્ર,  યુએઈ સહિતના દેશો-સંગઠનો તેને હડધુત કરી ચુક્યા હોવા છતાંયે લાજવાને બદલે પાકિસ્તાન ગાજી રહ્યું છે અને ભારત વિરૂદ્ધ નીત નવા કાવતરા રચી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ

માતાએ દીકરાને એક કિડની આપીને દીકરાની જિંદગી બચાવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન