મેષ (અ.લ.ઈ.) : આપની તબિયતની સાચવણી જરૂરી માનજો. વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિકારક સંજોગ. સ્નેહીથી સહકાર.
વૃષભ (બ.વ.ઉ.) : અવરોધ પાર કરી શકશો. કાર્યભાર અને ટેન્શન જણાય. આર્થિક પ્રશ્નોનો હલ મળે.
મિથુન (ક.છ.ઘ.) : રુકાવટ હશે તો દૂર થાય. લાભદાયી કાર્યરચના જણાય. કૌટુંબિક સંવાદિતા રાખજો.
કર્ક (ડ.હ.) : ચિંતા અને શોકનાં વાદળ વિખેરાતાં જણાય. વ્યવસાયિક કામમાં સફળતા. મુલાકાતો ફળે.
સિંહ (મ.ટ.) : આપના મનમાં અશાંતિ હશે તો દૂર થવાના ચાન્સ છે. પ્રવાસ. મિલન-મુલાકાતથી સારું જણાય. ખર્ચ વધતો જણાય.
કન્યા (પ.ઠ.ણ.) : કોઈ ભૂલ કે ગફલત ન થાય તે જોજો. કૌટુંબિક કાર્યમાં પ્રગતિ. આર્થિક મૂંઝવણ અનુભવાય.
તુલા (ર.ત.) : મહત્ત્વની તક ઊબી થતી જણાય. મનની શાંતિ હણાય નહીં તે માટે વાણી પર કાબૂ રાખજો.
વૃશ્ચિક (ન.ય.) : સામાજિક કામકાજો અંગે સમય સાનુકૂળ થાય. વ્યવસાયના પ્રશ્નો યથાવત્ જણાય. તબિયત સુધરે.
ધન (ભ.ધ.ફ.ઢ.) : સમસ્યા હશે તો નિરાકરણનો માર્ગ મળે. આર્થિક બાબતો પર લક્ષ આપજો. તબિયત બગડતી જણાય.
મકર (ખ.જ.) : વિશ્વાસે ચાલશો નહીં. ગણતરીઓ ઊંધી ન વળી જાય તે જોજો. અંગત સમસ્યાથી ચિંતા અનુભવાય.
કુંભ (ગ.શ.સ.) : આપનાં કર્યા કારવ્યા ઉપર પાણી ન ફરી વળે તે જોજો. સમાધાનકારી વલણ ઉપયોગી બને. અકસ્માતથી સાવધ રહેવું.
મીન (દ.ચ.ઝ.) : ઇચ્છિત પરિણામ ન આવતાં નિરાશા જણાય. કૌટુંબિક બાબતો ગૂંચવાતી જણાય. પ્રવાસ વિલંબમાં પડતો જણાય.