કલાકારો : રણદીપ હુડા,અદિતિ રાવ હૈદરી, સારા લોરેન
નિર્દેશક : વિશેષ ભટ્ટ
નિર્માતા : મુકેશ ભટ્ટ, મહેશ ભટ્ટ
મ્યુઝીક : પ્રીતમ ચક્રવર્તી, અનુપમ આમોદ
રેટિંગ :
ભટ્ટ કેમ્પની મોટાભાગની બધી ફિલ્મો વિદેશ ફિલ્મ પર આધારિત કે તે ફિલ્મની કોપી હોઈ છે. આ વખતે ભટ્ટ કેમ્પે હોલીવૂડની ફિલ્મ ‘ધ હિડન ફેસ’ની રેમેકના રાઈટ્સ મેળવી લીધા બાદ ‘મર્ડર ૩’ બનાવી. આ ફિલ્મમાં નિર્દેશક તરીકેમુકેશભટ્ટનો દીકરો વિશેષ ભટ્ટે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી છે પણ વિદેશી ફિલ્મોની મેકિંગની સ્ટડી કર્યા છતાં પણ આ ફિલ્મમાં કઈ નવું કરવાને બદલે તેજ જુનો પુરાણો ક્રાઈમ અને સેક્સનો મસાલો ભર્યો છે જે તેની છેલ્લી ફિલ્મોમાં પણ જોવા મળે છે.
આ ફિલ્મની સીરીઝમાં પાછલી બંને ફિલ્મો સાથે આ ફિલ્મનો કઈ લેવાદેવા નથી પાછળની બંને ફિલ્મો ઈમરાન હાશ્મી અને સુરીલું સંગીતના લીધે સફળ સાબિત થઇ હતી પણ આ ફિલ્મમાં આ ચાર્મ ગાયબ છે. આ ફિલ્મની બંને હિરોઈન બ્યુટીને વધારે પડતી પીરસવાના ચક્કરમાં એક્ટિંગમાં દમ ઉમેરી શકી નથી.
સ્ટોરી : વિક્રમ (રણદીપ હુડા) અને રોશની(અદિતિ રાવ હૈદરી) એકબીજાને પ્રેમ કરે છે. વિક્રમ કેપટાઉનમાં એક સ્ટ્રગલર ફેશન ફોટોગ્રાફર છે અચાનક વિક્રમને એક નામી એડ એજન્સી સાથે ઇન્ડિયામાં ફોટોગ્રાફીની ડીલ મળે છે. વિક્રમ અને રોસની મુંબઈ આવી જઈ છે. વિક્રમને નામ અને દોલત બહુ જલ્દી મળવા લાગે છે અને શહેરથી દૂર એક બંગલો ખરીદે છે ત્યાં બંને રહવા લાગે છે. એક દિવસ અચાનક રોશની વિક્રમના નામે એક વિડિયો મેસેજ મુકીને ગાયબ થઇ જાય છે.
હવે વિક્રમનું દિલ બાર ગર્લ નિશા (સારા લોરેન) પર લાગી જાય છે. નિશા પોતાનું ઘર છોડીને વિક્રમ સાથે તેના બંગલામાં રહવા માંડે છે. અચાનક બંગલામાં વિચિત્ર ઘટના ઘટવા લાગે છે, ક્યારેક વોશ બેસીનમાંથી વિચિત્ર આવાજ સંભળાય છે તો ક્યારે ઠંડા પાણીના શાવરમાં ગરમ પાણી આવવા લાગે છે. નિશાને એહેસાસ થાય છે કે આ બંગલામાં તેના અને વિક્રમ સિવાય કોઈ ત્રીજું એટલે કે ભૂત પણ છે. એવામાં પોલીસના બે ઓફિસર રોશનીના ગુમ થવાની તપાસ શરુ કરે છે.
રીવ્યુ : ફેશન ફોટોગ્રાફરના રોલમાં રણદીપનું સિલેક્શન સમજની બહાર છે. આખી ફિલ્મમાં અદિતિએ અને સારા વચ્ચે કેમેરાની સામે પોતાના હુસ્નના જલવા દેખાડવાની સ્પર્ધા લાગી છે. બાર ગર્લ નિશાના રોલમાં સારાના ભાગે હોટ અને કિસ સીન સિવાઈ કઈ ખાસ નથી. અદિતિના ભાગે થોડા સારા સીન છે.
વિશેષ ભટ્ટે પોતાની ફિલ્માં કઈ નવું કરવાનો પ્રયાસ કર્યો છે પણ તે પોતાના બેનરની ફિલ્મોના ટ્રેન્ડને છોડી શક્યો નહિ. કઈક નવું કરવાના ચક્કરમાં આ ફિલ્મને એવી જગ્યાએ પુરી કરી દર્શકોને કઈ સમજણ પડી નહિ. ફિલ્મ દર્શકોને બાંધી રાખવામાં અસફળ નીવડી છે. નિર્દેશનમાં પણ ખામીઓ નજરે પડે છે.
આ સિરીઝની બીજી ફિલ્મોના મ્યુઝીક રીલીઝ પહેલાં જ સુપર હીટ હતા જયારે આ ફિલ્મના ગીત તમે થીયેટરની બહાર નીકળો તો તમને કદાચ જ યાદ રહશે.
કેપટાઉન (સાઉથ આફ્રિકા)ના બહેતરીન લોકેશન અને ગજબ ફોટોગ્રાફી ફિલ્મના પ્લસ પોઈન્ટ છે જયારે અધુરો ક્લાઈમેક્સ, સારા રણદીપની નબળી એક્ટિંગ ફિલ્મનું માઈનસ પોઈન્ટ છે. ફિલ્મમાં ભરપુર બેડ સીન છે એટલે ફેમીલી સાથે આ ફિલ્મ જોઈ શકાય તેવું નથી.