180X600.jpg
Jun 26,2016 11:51:42 AM IST
 

ફિલ્મ રિવ્યૂ : કાઈ પો છે!

Feb 22, 2013 11:09 Entertainment >
 
Kai Poche,Bollywood,Sushant Singh Rajput,Chetan Bhagat,Pavitra Rishta,Abhishek Kapoor,UTV,Sidhharth Roy Kapoor,Rajkumar Yadav,Review Tags:   Kai Poche Bollywood Sushant Singh Rajput Chetan Bhagat Pavitra Rishta Abhishek Kapoor UTV Sidhharth Roy Kapoor Rajkumar Yadav Review comment     E-Mail     Print    
 
Viewed: 27536
Rate: 3.9
Rating:
Bookmark The Article

કલાકારો - સુશાંત સિંહ રાજપૂત, રાજકુમાર યાદવ, અમિત સાઘ, અમૃતા પૂરી

નિર્દેશક - અભિષેક કપૂર

નિર્માતા - રોની સ્ક્રૂવાલા, સિદ્ધાર્થ રોય કપૂર

સંગીત - અમિત ત્રિવેદી

રેટિંગ -

સ્ટોરી -
ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મની કહાની ગોવિંદ (રાજકુમાર યાદવ), ઈશાન (સુશાંત સિંહ રાજપૂત) ઓમી (અમિત સાઘ)મિત્રોની છે. આ ત્રણેયનાં સપનાં એકબીજાથી સાવ અલગ છે, પરંતુ તેમનાં સપનાં તેમની મિત્રતા પર હાવી થતાં નથી. ઈશાન ક્રિકેટર બનવા માંગે છે અને પોતાની ક્રિકેટ એકેડમી ખોલવા માંગે છે. ગોવિંદ ખૂબ જ પૈસો કમાવવા માંગે છે. ઓમીને પોતાના મિત્રોનો સાથ ખૂબ પસંદ છે. ઈશાન અને ગોવિંદ આસપાસના બાળકોને લઈને ક્રિકેટ એકેડમી અને સ્પોર્ટ્સના સામાનની ખરીદી કરી લાવે છે. આ કામમાં ઓમી પણ બંનેની મદદ કરે છે, પરંતુ સ્થિતિઓ એવી ઉભી થાય છે કે ઓમી અને ઈશાન વચ્ચે અંતર વધવા લાગે છે. ઈશાનને પોતાની ચાલીમાં મુસ્લિમ વિસ્તારમાં રહેતા અલી (દિગ્વિજય દેશમુખ)માં ટેલેન્ટ દેખાય છે. એવામાં ગોધરામાં થયેલી ઘટનામાં ઓમીના માતા પિતા મૃત્યુ પામે છે. ગોધરામાં થયેલી ઘટના બાદ ગુજરાતમાં સાંપ્રદાયિક રમખાણો થવા લાગે છે. ઈશાન અને ગોવિંદ અલીને બચાવવા માટે તેની ચાલીમાં પહોંચે છે, પરંતુ કેટલાંક અસામાજિક તત્વોથી ચાલી ઘેરાયેલી હોય છે. ઓમી પણ તલવાર લઈને આ ટોળાનું નેતૃત્વ કરી રહ્યો હોય છે. આગળ શું થાય છે, તે તો તમને ફિલ્મ જોઈને જ મજા આવશે.

રિવ્યૂ -

ફિલ્મનાં ત્રણેય પાત્રો નવા કલાકારો હોવા છતાં પોતાના અભિનયની છાપ છોડવામાં સફળ રહ્યાં છે, તેમ છતાં ઈશાનના પાત્રમાં સુશાંત સિંહ રાજપૂતનો અભિનય અદ્દભૂત રહ્યો છે. રાજકુમાર યાદવમાં ગુજરાતી કંજૂસ માણલ જોવા મળી રહ્યો છે. મિત્રતા, રાજનીતિ અને ક્રિકેટની આસપાસ કહાની ઘૂમતી રહે છે. નિર્દેશક અભિષેક કપૂરે ફિલ્મનાં પાત્રોને જીવંત રાખવા માટે ખૂબ મહેનત કરી છે. ફિલ્મમાં ગુજરાતનું લોકેશન પણ અદ્દભૂત રહ્યું છે. ઈન્ટરવલ પહેલાં ત્રણ પાત્રોની આસપાસ કહાની ફરે છે, તો ઈન્ટરવલ બાદ અલીને ક્લાઈમેક્સનો બાગ બનાવ્યો છે. મનને ગમે તેવું સંગીત અમિત ત્રિવેદીએ આપ્યું છે. વેસ્ટર્ન મ્યૂઝિકથી અલગ સંગીત પર એક્સપરિમેન્ટ કરવામાં આવ્યાં છે. જો તમે ચીલાચાલુ ફિલ્મથી કંઈક અલગ જોવા માંગતા હોવ તો તમારે આ ફિલ્મ જોવી જ જોઈએ.


બ્લાસ્ટમાં ઘાયલની સંખ્યા 119 થઈ,ગૃહમંત્રીએ મુલાકાત લીધી
ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે આજે સવારે હૈદરાબાદ પહોંચ્યા હતા અને ઘટનાસ્થળની સ્થિતિ જાણી હતી. તેઓએ ઘાયલોને દાખલ કર્યાં છે......

હૈદરાબાદ બ્લાસ્ટથી બોલિવૂડ પણ દુખી
ગુરુવારે હૈદરાબાદમાં થયેલા બ્લાસ્ટથી ભારતમાં ફરીથી શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટના પ્રત્યે નેતાથી લઈને બોલિવૂડ.......

ઓહ! આ તસવીરો ભારતની નહીં ચીનની છે!  
ચીનમાં ડ્રાઈવરો ખૂબ જ હેવી લોડ સાથે વાહનો ચલાવતાં હોય છે. જો કે સૌથી મહત્વની વાત તો એ છે કે એવરેજ કરતાં.......

મેકઅપ પ્રોડક્ટને કેવી રીતે સુરક્ષિત રાખશો?  
જો તમને તમારા મેકઅપના સામાનમાંથી અજીબ પ્રકારની સુગંધ આવી રહી હોય અથવા લિપસ્ટિકનો કલર ચેન્જ થતો લાગી રહ્યો.......

આપણાં 'સમોસા' ચાખશે હોલિવૂડ સેલિબ્રિટીઝ
આપણે એકવાર ફરીથી ઓસ્કાર સુધી પહોંચી ગયા છીએ, પરંતુ આ વખતે કારણ જરા અલગ છે. આ વખતે ઓસ્કારમાં......

અંકિતા સાથે હજુ સુધી લગ્ન કર્યાં નથી : સુશાંત
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કહે છે કે, 'તેમણે પોતાની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે સાથે લગ્ન કર્યા નથી ..........

દુનિયાનું સૌથી ઠંડુ ગામ જ્યાં કબર ખોદતાં 3દિવસ થાય છે,તસવીરો  
બ્રિટનમાં દુનિયાનું સૌથી ઠંડુ ગામ આવેલું છે. રશિયાના આ ગામની હાલત એવી છે કે રેકોર્ડ તૂટતાં જ અહીં ઠંડી -71 ડિગ્રી સેલ્સિયસ થઈ..........

 
Share This

 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com