Aug 29,2014 08:42:29 AM IST
 

મનુષ્યવધ કેસ : ભારતીય ડોક્ટર જયંત પટેલ નિર્દોષ

Mar 13, 2013 22:45 NRI > Australia
 
Tags:   Doctor Jayant Patel Death Clean Chet Australia NRI comment     E-Mail     Print    
 
Viewed: 2011
Rate: 4.5
Rating:
Bookmark The Article

સિડની, તા. ૧૩

ડો. ડેથ તરીકે જાણીતા પટેલને સાત વર્ષની સજા ફટકારાઈ હતી

માનવવધના કેસમાં દોષિત ઠરેલા ભારતીય મૂળના સર્જન ડો. જયંત પટેલને ઓસ્ટ્રેલિયાની કોર્ટે એક વૃદ્ધના મૃત્યુકેસમાં નિર્દોષ ઠેરવ્યા હતા. બુંદાબર્ગ બેસ હોસ્પિટલના ભૂતપૂર્વ ડિરેક્ટર જયંત પટેલનાં ઓપરેશન બાદ ર્મેિવન જોન મોરિસન ૭૫ વર્ષની ઉંમરે ૧૪મી જૂન ૨૦૦૩ના રોજ મૃત્યુ પામ્યા હતા.

બ્રિસબેન સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે મોરિસનાં મૃત્યુ બદલ તેમને નિર્દોષ ઠેરવ્યા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયાની સર્વોચ્ચ અદાલતે તેમની સામે ચાલી રહેલા ગુનાઇત બેદરકારીના કેસની કાર્યવાહી ફરી હાથ ધરવા આદેશ આપ્યો હતો.

અગાઉ જુલાઈ ૨૦૧૦માં જયંત પટેલને ત્રણ દર્દીઓનાં ઓપરેશનમાં ગુનાઇત બેદરકારી દાખવવા બદલ જેલની સજા ફટકારવામાં આવી હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે, જયંત પટેલે ગંભીર બેદરકારી દાખવી હતી.

જયંત પટેલના બચાવમાં તેમના વકીલે જણાવ્યું હતું કે, બુન્ડાબર્ગ બેઝ હોસ્પિટલમાં મોરિસના ઇલાજ દરમિયાન પટેલ પ્રામાણિક અને ર્તાકક રીતે માનતા હતા કે મોરિસ પર ઓપરેશન હાથ ધરવું જરૂરી છે. જયંત પટેલના વકીલની દલીલને સંખ્યાબંધ નિષ્ણાત સાક્ષીઓએ પણ ટેકો આપ્યો હતો.

વર્ષ ૨૦૧૦માં જયંત પટેલને ત્રણ દર્દીઓના મનુષ્યવધ અને ગંભીર ઈજા પહોંચાડવા બદલ સાત વર્ષની સજા સંભળાવી હતી.      

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com