Sep 20,2014 11:26:27 AM IST
 

અમેરિકી એચ-૧બી વિઝા ક્વોટા ૫ દિવસમાં ભરાશે

Mar 30, 2013 12:27 Ahmedabad > Ahmedabad City
 
Tags:   H1B visa America India Couta Gujarat Aplication US comment     E-Mail     Print    
 
Viewed: 1500
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૨૯

આગામી વર્ષ માટે યુએસ એચ-૧બી વિઝા ક્વોટા ૧ એપ્રિલના દિવસે શરૃ થયા બાદ પાંચ દિવસના ગાળામાં જ ભરાઈ જાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. અમેરિકાના એચ-૧બી વિઝા માટેનો ક્રેઝ ફરી એકવાર જોવા મળી રહ્યો છે, જેથી વિઝા ક્વોટા માટેની પ્રક્રિયા શરૃ થયા બાદ પાંચ દિવસની અંદર જ આ ક્વોટા ભરાઈ જાય તેવી શક્યતા છે.

  • ૨૦૦૮ બાદ પ્રથમ વખત ક્વોટા ઝડપથી ભરાશે
  • અમેરિકી એચ-૧બી વિઝાને લઈને જોરદાર ક્રેઝ
  • એલ-૧ વિઝા મેળવવા માટે અનિશ્ચિતતા વધતાં એચ-૧ની માગ

૨૦૦૮ પછી પ્રથમ વખત આ ક્વોટા આટલી ઝડપથી ભરાઈ જવાની શક્યતા દેખાઈ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, એલ૧ વિઝા મેળવવાની અનિશ્ચિતતા દિન પ્રતિદિન વધી રહી છે. જેના પરિણામ સ્વરૃપે એચ-૧બી વિઝા માટેની માગ ફરી એકવાર વધી રહી છે. એલ૧ વિઝા એવા વિઝા છે જેનો ઉપયોગ કંપનીઓ દ્વારા કામના હેતુસર અમેરિકામાં લોકોને મોકલવા કરવામાં આવે છે.

 બેંગલોર સ્થિત આઈટી કંપનીના સીઓઓ એન એસ પાર્થસારથીનું કહેવું છે કે, મોટાભાગના લોકો માની રહ્યા છે કે, આ વર્ષે એચ-૧બી વિઝાની માગ વધારે રહેશે. એચ-૧બી વિઝા નોન ઈમિગ્રન્ટ વિઝા છે. જે અમેરિકી કંપનીઓને વિદેશી કર્મચારીઓને કામચલાઉ નોકરી આપવાની મંજૂરી આપે છે. અમેરિકન કંપનીઓ સાથે ભારતીય આઈટી કંપનીઓ સંબંધ ધરાવે છે. જે આ વિઝાનો સૌથી વધારે ઉપયોગ કરે છે. એચ-૧બી વિઝા અરજીઓ એપ્રિલના પ્રથમ દિવસે કરી શકાશે. એચ-૧બી વિઝા માટેની મર્યાદા ૬૫૦૦૦ની છે. જો અરજીઓની સંખ્યા ઝડપથી ક્વોટાના આંકડાને પાર કરી લેશે તો યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન ર્સિવસ લોટરી આધારિત પસંદગી પ્રક્રિયા અપનાવશે.

 અમેરિકા સ્થિત કાયદાકીય કંપનીઓનું કહેવું છે કે, ઈમિગ્રેશનના મુદ્દાઓને યોગ્ય રીતે હાથ ધરવામાં આવશે. અમેરિકા સ્થિત આ કંપનીઓનું એમ પણ કહેવું છે કે, એચ-૧બીની અરજીઓ રજૂ કરતી વેળા તમામ પ્રકારની સાવધાની રાખવી જરૃરી છે. ઘણી કંપનીઓને ગયા વર્ષે આશ્ચર્ય થયું હતું કે, કારણકે એચ-૧બી વિઝા મર્યાદા ૧૧મી જૂને ભરાઈ હતી, પરંતુ આ વખતે ક્વોટા પ્રથમ પાંચ દિવસમાં ભરાઈ જવાની શક્યતા છે. પરિણામે એપ્રિલ ૨૦૦૮ પછી પ્રથમ વખત એચ-૧બી વિઝા આપવા લોટરી સિસ્ટમ અપનાવવી પડશે.

 અમેરિકી વિઝાનો ક્રેઝ
 
*        અમેરિકી વિઝાની ફરી એકવાર બોલબાલા વધી

*        ૧લી એપ્રિલથી શરૃ થતાં પાંચ દિવસના ગાળામાં જ ક્વોટા ભરાઈ જવાની સંભાવના

*        એલ-૧ વિઝા મેળવવાને લઈને અનિશ્ચિતતા વધી

*        એલ-૧ વિઝાના ભાગરૃપે કંપનીઓને કામ માટે અમેરિકામાં લોકોને મોકલવાની મંજૂરી મળે છે

*        એચ-૧બી વિઝા હેઠળ અમેરિકી કંપનીઓ વિદેશી વર્કરોને કામચલાઉ રોજગારી આપે છે

*        ભારતીય આઈટી કંપનીઓ એચ-૧બી વિઝાનો સૌથી વધારે ઉપયોગ કરે છે

*        જો ક્વોટા અરજીઓ ઝડપથી ભરાઈ જશે તો યુએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન ર્સિવસ લોટરી આધારીત પસંદગી પ્રક્રિયા અપનાવશે

*        એચ-૧બી વિઝાની મર્યાદા એપ્રિલ ૨૦૦૮ પછી ઝડપથી ભરાઈ નથી

*        વિઝા આપવા આ વખતે ફરી લોટરી સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
View More
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com