180X600.jpg
Jul 26,2016 07:34:53 PM IST
 

સાઉદી આરબમાં લાખો ભારતીયોની નોકરી જોખમમાં

Mar 30, 2013 20:10 NRI >
 
Company,Air Indian,Saudi Arabia,Goverment,Passport Tags:   Company Air Indian Saudi Arabia Goverment Passport comment     E-Mail     Print    
 
Viewed: 5170
Rate: 4.6
Rating:
Bookmark The Article

દુશાંબે, 29 માર્ચ

સાઉદી અરેબિયામાં નવી શ્રમ નીતિથી ત્યાં કામ કરતા લાખો ભારતીયોની નોકરી જવાનો ખતરો સર્જાયો છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને ભારતે સાઉદી વહીવટી તંત્ર સમક્ષ તેની ચિંતા વ્યક્ત કરી દીધી છે.

સાઉદી અરબમાં ૨૭મી માર્ચથી અમલી બનેલા નિતકત(શ્રમ) કાનૂન મુજબ, નીચલા અને મધ્યમ સ્તરની તમામ કંપનીઓએ દસ ટકા નોકરીઓ સ્થાનિક યુવકો માટે રાખવી પડશે. આ કાનૂનનો ભંગ કરનારી કંપનીઓના કર્મચારીઓની ધરપકડ બાદ તેઓને તેમના દેશમાં પાછા મોકલવાની પણ જોગવાઇ છે. આ કાનૂન અમલી બનવાથી સાઉદી આરબમાં કામ કરતા કેરળ અને આન્ધ્ર પ્રદેશ ઉપરાંત બિહાર અને ઉત્તર પ્રદેશના લાખો કામદારોને વિપરીત અસર પડી શકે છે. સાઉુદી અરેબિયામાં, યુપીના એક લાખથી વધુ લોકો અને બિહારના લગભગ બે લાખ લોકો કાર્યરત છે. અહીં સૌથી વધુ લોકો ૫.૭ લાખ લોકો કેરળના છે, ત્યાર બાદ આન્ધ્રના લોકો છે.

તજાકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શુક્રવારે એશિયન ડેવલપમેન્ટ મંત્રણા દરમિયાન વિદેશ રાજ્યપ્રધાન ઇ. અહેમદે સાઉદી સરકારના નાયબ વિદેશ પ્રધાન પ્રિન્સ અબ્દુલઅજીજ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલઅજીજને મળીને ભારતની આ બાબતેની ચિંતા વ્યક્ત કરી હતી. પ્રિન્સે તેમને ભરોસો આપ્યો હતો કે ત્યાં કામ કરતા ભારતીયોને પૂરો સહયોગ અપાશે. પ્રિન્સ તેની સરકારના શ્રમ મંત્રાલય સાથે આ મુદ્દે વાત કરશે. સાઉદી આરબ ખાતેના ભારતીય દૂતાવાસે પણ આ મુદ્દે ત્યાંની સરકાર સાથે વાત કરી છે. એક સરકારી આંકડા મુજબ, સાઉદી આરબમાં લગભગ ૨૦ લાખ ભારતીય કામદારો કામ કરે છે.

મધ્ય પૂર્વના અખબાર, ખલીજ ટાઇમ્સના જણાવ્યાનુસાર, સાઉદી આરબમાં લગભગ અઢી લાખ નાની અને મધ્યમ કક્ષાની નિશ્ચિત સમય મર્યાદામાં નિતકત કાનૂનની શરતો અમલમાં મૂકી શકી નથી. આ કર્મચારીઓને તેમના દેશમાં પાછા મોકલવામાં આવે તેવી શક્યતા છે. આ કાનૂનની સૌથી વિપરીત અસર કેરળના અર્થતંત્ર પર પડી શકે છે.

એક આંકડા મુજબ, સાઉદી અરેબિયામાં કામ કરતા કેરળના કામદારોથી રાજ્યને ૨૦૧૧ દરમિયાન લગભગ ૫૫ હજાર કરોડનો રાજસ્વ લાભ થયો હતો. સાઉદીમાં મોટી સંખ્યામાં કામદારો પાછા ફરવાની ભીતિને ધ્યાનમાં રાખીને કેરળ સરકારે તૈયારી શરૃ કરી દીધાના સમાચાર છે. મુખ્યપ્રધાન ઓમન ચાંડીએ આ વિશે વડાપ્રધાન મનમોહનસિંહને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માગણી કરી છે. રાજ્યના બિનનિવાસી કેરળવાસી બાબતોના મંત્રી ક.સી. જોસેફના જણાવ્યાનુસાર, રાજ્ય સરકારે કેન્દ્રને સાઉદી આરબનો સંપર્ક સાધી આ બાબતે નરમ વલણ અપનાવવાની રજૂઆત કરવા જણાવ્યું છે. તેણે કહ્યું કે કેરળ મોકલાનારા કામદારો માટે રાહતદરની એર ટિકિટ માટે એર ઇન્ડિયાનો સંપર્ક સાધવામાં આવશે.

જોસેફે કહ્યું કે કેન્દ્રએ સાઉદી આરબ સાથે વાત કરીને એ વાત સુનિશ્ચિત કરવી જોઇએ કે, ભારતમાં મોકલાયેલા લોકોના પાસપોર્ટમાં એવું કંઇ ન નોંધાય કે જે તેમને અપરાધી બતાવે, જેથી તેમને ભવિષ્યમાં રોજગાર મેળવવામાં કોઇ તકલીફ ન થાય. જો કે જોસેફના કહેવા મુજબ, સાઉદી આરબમાં કામ કરી રહેલા એનજીઓ અને અન્ય સંગઠનોના કહેવા મુજબ પરિસ્થતિ એટલી ગંભીર નથી.

 
Share This