180X600.jpg
Jul 28,2016 06:23:31 AM IST
 

ઓસ્ટ્રેલિયાની વંશીય વિઝા નીતિ પર મર્ડોકનાં પ્રહારો

Apr 02, 2013 17:47 NRI >
 
Australia,Visa,Media,Labour Tags:   Australia Visa Media Labour comment     E-Mail     Print    
 
Viewed: 3408
Rate: 5.0
Rating:
Bookmark The Article

સીડની, તા. ૨

ઓસ્ટ્રેલિયામાં સ્કિલ્ડ માઈગ્રન્ટસને નિરૃત્સાહ કરવા અને તેમની પર ત્રાટકવા માટે અપમાનજનક અને વંશીય ભાષા પ્રયોગ કરતી વિઝા નીતિની મીડિયા માધાંતા રૃપર્ટ મર્ડોક દ્વારા આકરી ટીકા કરવામાં આવી છે. મર્ડોક પોતે ઓસ્ટ્રેલિયાનાં હોવા છતાં તેમણે આ મુદે્ ઓસ્ટ્રેલિયન સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે.

ઓસ્ટ્રેલિયાની લેબર સરકાર દ્વારા ૪૫૭ ક્લાસના સ્કિલ્ડ વિઝા કાર્યક્રમને વધારે કડક બનાવવામાં આવ્યો છે. માલિકો આ પ્રકારના સ્કિલ્ડ વિઝા સ્થાનિક કામદારો માટે નુકસાનકારી હોવાનો દાવો કરે છે. જો કે મર્ડોકે કહ્યું હતું કે આ પ્રકારની પક્ષપાતભરી વિઝા નીતિ અપમાનજનક અને વંશીય ભેદભાવ વધારનારી છે. હું અંગત ્રીતે માઈગ્રન્ટસને પ્રોત્સાહન આપવામાં માનું છું. ઓસ્ટ્રેલિયાનો બિઝનેસ વધારવા માટે અને ઉત્તમ ભાવિ ઘડવા માટે ઈમીગ્રન્ટસને પ્રોત્સાહન જરૃરી છે, ક્યારેક એક જ સ્થળે વધારે માઈગ્રન્ટસ ભેગા થાય ત્યારે સમસ્યાઓ સર્જાય છે પણ તેઓ જ્યારે સ્થાનિક લોકો સાથે ભળી જાય ત્યારે લોકો માટે અનેક કાર્યો અને રચનાત્મકતાનું સર્જન કરી શકાય છે.

દેશના આર્થક વિકાસ માટે સ્કિલ્ડ માઈગ્રેશન અનિવાર્ય અને જરૃરી છે. ઉત્તર ઓસ્ટ્રેલિયામાં ખાણ ઉદ્યોગ કુદરતી સંશાધનો માટે અબજો ડોલરનું રોકાણ આકર્ષી શકાય તેમ છે.

જો કે ઓસ્ટ્રેલિયાના આસિસ્ટન્ટ ટ્રેઝરર ડેવિડ બ્રેડબરીએ મર્ડોકની ટીકાઓ ફગાવી હતી, તેમણે કહ્યું હતું કે જોબ્સ ક્ વિઝા નીતિમાં કશું જ વંશીય નથી. ઓસ્ટ્રેલિયાની જુલિયા ગિલાર્ડ સરકાર ચૂંટણીના વર્ષમાં માઈગ્રેશન વિરોધી મતદારોના મત મેળવવા માટે ૪૫૭-ક્લાસના વિઝા પર ત્રાટકવાનો ડોળ કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ટેમ્પરરી વિઝા ધારકો ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરવા માટે મંજૂરી માગી રહ્યા છે. ફેબ્રુઆરી ૨૦૧૨થી ફેબ્રુઆરી ૨૦૧૩ વચ્ચે ૪૫૭ ક્લાસ વિઝા હોલ્ડર્સમાં ૨૧.૫ ટકાનો વધારો થયો હતો અને તેમની સંખ્યા ૧,૦૭,૫૧૦ થઈ હતી.

 
 
Share This