Sep 17,2014 09:03:51 PM IST
 

સુદાનમાં પાંચ ભારતીય શાંતિ સૈનિકોની હત્યા

Apr 10, 2013 12:58 NRI > Rest of World
 
Tags:   Sudan Indian Army Armyman Soldier Kill NRI comment     E-Mail     Print    
 
Viewed: 1340
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૯

સુદાનમાં શાંતિ સ્થાપવા અર્થે આવેલા ભારતીય સૈનિકો પર કરાયેલા હુમલામાં પાંચ ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. દક્ષિણ સુદાનના જોંગલેઈ વિસ્તારમાં સંયુક્ત રાષ્ટ્રના મિશન અંતર્ગત શાંતિ સ્થાપવા માટે ભારતીય સૈનિકોના એક દળને તૈનાત કરવામાં આવ્યું હતું. મંગળવારે આ જવાનોના દળ પર વિરોધીઓએ હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિરોધીઓ તેના માટે ઘાત લગાવીને જ બેઠા હતા, તેમને તક મળતા જ તેમણે હુમલો કરી દીધો હતો. ભારતના વિદેશ મંત્રાલયે પણ આ હુમલાની વાત સ્વીકારી હતી.

ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તાએ ટ્વિટ કર્યું હતું કે, સુદાનના જોંગલેઈ વિસ્તારમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ ફરજ બજાવી રહેલી ટુકડી પર હુમલો થતાં પાંચ ભારતીય જવાનોએ જીવ ગુમાવ્યો છે. વર્ષ ૨૦૧૧માં દક્ષિણ સુદાનને મળેલી સ્વતંત્રતા બાદ જોંગલેઈ વિસ્તારમાં વિરોધીઓ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોંગલેઈ કરતા પિબોર ક્ષેત્ર વધારે સંવેદનશીલ છે, થોડા સમય પહેલાં જ ગયા મહિને થયેલા એક હુમલામાં ભારતીય જવાનને ગોળી વાગી હતી. તે ઉપરાંત ગયા વર્ષે ડિસેમ્બરમાં વિરોધીઓ દ્વારા સંયુક્ત રાષ્ટ્રોનું એક હેલિકોપ્ટર તોડી પાડવામાં આવ્યું હતું.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com