180X600.jpg
May 30,2016 12:38:27 AM IST
 

જીવન જીવવાની સાચી રીત

Apr 12, 2013 19:05 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 5859
Rate: 2.3
Rating:
Bookmark The Article

તંત્રી સ્થાનેથી

આમ તો આપણે સૌ કહેતા જ હોઈએ છીએ કે વર્તમાનમાં જીવવું એ જ જીવવાની સૌથી સાચી રીત છે. આજનો લ્હાવો લેવો એ જ કરવા જેવું કામ છે. માટે આજને માણી લેવી, વર્તમાનમાં જીવી લેવું. પરંતુ બરાબર જોતાં- વિચારતાં એ માનવું પડે તેમ છે કે ખરેખર વર્તમાનમાં જીવતું હોય તેવું માનવી હજારે એકાદ જ મળે છે. બાકીના મોટાભાગના આપણે કલાકની ઓગણસાઠ મિનિટો કાં તો ભૂતકાળમાં જીવતા હોઈએ છીએ- ખોવાયેલી ખુશીઓ કે પછી કંઈક, કશુંક બગાડી બેઠાનો પસ્તાવો આપણને ભૂતકાળમાં જ ખેંચ્યા કરે છે અથવા તેટલી મિનિટો આપણે ભવિષ્યકાળમાં જીવીએ છીએ. એવા ભવિષ્યમાં કે જેની આપણને ઝંખના હોય છે અથવા ભય લાગતો હોય છે. બંને રીતે સંપૂર્ણપણે નિરુપયોગી અને આપણને નિર્બળ બનાવનાર હોય છે.

એટલું સમજીએ કે ભૂતકાળ હવે આપણાથી એટલો દૂર ચાલ્યો ગયો છે, કે આપણા હાથ તેમ જ આપણી પ્રાર્થના ત્યાં સુધી પહોંચી શકે તેમ નથી અને ભવિષ્ય, તો હજી એક કલ્પના જ છે. ભવિષ્ય અંગેની અપેક્ષાઓ ઘડવામાં ખર્ચેલી પ્રત્યેક મિનિટ તેથી ગુમાવેલી મિનિટ બને છે. વિશ્વ પ્રસિદ્ધ કવિ- તત્વવેત્તા ઓમર ખય્યામે પણ ગઈકાલે મરી ચૂકેલો સમય અને આવતીકાલનો, એટલે કે હજી જન્મ પણ થયો નથી તેવો સમય કહીને તેના વિશે ચિંતા, ધમપછાડા ન કરવાની શીખ આપી છે.

સાચું જગત એક જ છે- જે અત્યારે આ મિનિટે તમારી સામે ખડું છે અને તમને ઊંચાનીચા કરી રહ્યું છે.

અમાપ અને અનંત સમયમાં એક જ મિનિટ એવી છે, જેમાં તમે ખરેખર જીવંત હો છો અને તે છે- 'આ મિનિટ'. અત્યારે જ અને અહીં જ- સરસ, ફળદાયક અને અર્થપૂર્ણ રીતે જીવવાની રીત એક જ છે- તમારી સામે આવતી પ્રત્યેક મિનિટને ફરી કદી પુનરાવર્તન નહીં પામનાર ચમત્કાર ગણીને સ્વીકારતા રહો, અને ખરેખર એ મિનિટો હકીકતમાં એ જ છે- ફરી કદી પુનરાવર્તન નહીં પામનાર ચમત્કાર !

 
Share This




 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com