180X600.jpg
Aug 31,2015 06:45:49 PM IST
 

બ્રિટનમાં બે પુત્રી સહિત ગુજરાતી મહિલાનું રહસ્યમય મોત

Apr 14, 2013 18:28 NRI >
 
Tags:   Indian-Origin Woman Two Daughters Dead UK Chemical Incident Heena Solanki comment     E-Mail     Print    
 
Viewed: 1816
Rate: 5.0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, 14 એપ્રિલ

બંને પુત્રીને ઝેર પીવડાવી પોતે આત્મહત્યા કરી હોવાની આશંકા

લંડનસ્થિત ઘરે હિના સોલંકી અને પુત્રી પ્રિશા અને જેસ્મિનના મૃતદેહ મળી આવ્યા

મહિલાના ફેસબુક એકાઉન્ટ અનુસાર દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીની ભૂતપૂર્વ વિર્દ્યાથિની

બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા અને તેની બે પુત્રીઓ રહસ્યમય પરિસ્થિતિમાં મૃત અવસ્થામાં મળી આવી છે. પોલીસના જણાવ્યાનુસાર લંડનના એઇસ્લીપ વિસ્તારમાં પોતાનાં ઘરે હિના સોલંકી અને તેની બંને પુત્રી-પ્રિશા અને જેસ્મિનના મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસને શુક્રવારે સાંજે આશરે ૬.૪૦ વાગ્યે આ ઘટનાની જાણકારી મળી હતી. પ્રાથમિક ધોરણે ત્રણેયનાં મોતનાં કારણની કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નહોતી, પરંતુ હિના સોલંકીએ બંને પુત્રીને ઝેર પીવડાવ્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

હિના સોલંકી એક શાળામાં લેબોરેટરી ટેક્નિશિયન તરીકે કામ કરતી હતી. હિનાના ફેસબુક એકાઉન્ટ અનુસાર તે ૨૦૦૨માં દક્ષિણ ગુજરાત યુનિર્વિસટીમાં અભ્યાસ કરતી હતી. હિના તેના ૪૨ વર્ષીય પતિ કલ્પેશનાં માતા-પિતાની સાથે રહેતી હતી અને તેઓ કેટલાય સમયથી રજાઓ માણવા માટે બહાર ગયાં હતાં. એવું માનવામાં આવે છે કે, ઘરે પરત ફર્યા બાદ કલ્પેશે તેની પત્ની અને પુત્રીઓના મૃતદેહો જોયા હતા, જોકે પાડોશીઓએ ગેસ ગળતર થયો હોવાની આશંકાના આધારે પોલીસને બોલાવી હતી.

ઝેરી ગેસ ગળતરથી મોત થયું હોઈ શકે

કેટલાંક લોકોનું માનવું છે કે હિનાએ તેની બે પુત્રીઓને ઝેર આપીને બાદમાં આત્મહત્યા કરી હોઈ શકે છે, પરંતુ પોલીસે ઝેરી રસાયણનાં રિએક્શનને કારણે પણ મોત થયાં હોઈ શકે છે તેમ જણાવ્યું છે. હિના સોલંકીનાં ઘરે પહોંચ્યા બાદ પોલીસે આસપાસના પાડોશીઓને તેમનાં ઘરનાં બારીબારણાં બંધ કરી દેવાની સૂચના આપી હતી, કારણ કે પોલીસે હિનાનાં ઘરે કોઈ રસાયણ ગળતર થયું હોવાની ભીતિ વ્યક્ત કરી હતી.

 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com