Apr 16,2014 12:52:14 PM IST
ચૈત્ર વદ ૦૧ - -
 

ગુજરાતી મૂળની મહિલાએ બ્રિટનમાં બે પુત્રીઓ સાથે આત્મહત્યા કરી હતી

Apr 15, 2013 17:43 NRI > UK
 
Tags:   Hina Solanki London UK NRI Gujarati Family Doughter Suicide comment     E-Mail     Print    
 
Viewed: 2355
Rate: 0
Rating:
Bookmark The Article

લંડન, તા. ૧૫

પોતાની બે પુત્રીને મોતને ઘાટ ઉતારીને આત્મહત્યા કરનારી ગુજરાતી મૂળની મહિલા હિના સોલંકી ડિપ્રેશનથી પીડાતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓને આશંકા છે કે હિના સોલંકીએ તેની બે પુત્રીઓ પ્રિશા અને જાસ્મિનની હત્યા કરવા માટે તેનાં કેમેસ્ટ્રીનાં જ્ઞાાનનો ઉપયોગ કર્યો હતો.

હિના સોલંકીએ માનસિક તણાવમાં આત્મહત્યા કરી હોવાની ચર્ચા

પશ્ચિમ લંડનના રુઇસ્લિપમાં રહેતી હિના સોલંકી સહિત તેની બે પુત્રીઓ શુક્રવારે રાત્રે મૃત અવસ્થામાં મળી આવ્યાં હત્હાં. હિના પોતાના ૪૨ વર્ષીય પતિ કલ્પેશ અને તેના વૃદ્ધ માતા-પિતા સાથે અહીં રહેતી હતી. સ્કોટલેન્ડ યાર્ડના ઉચ્ચ અધિકારીઓ આ કેસની બારીકાઇથી તપાસ કરી રહ્યા છે, જોકે તેમણે અન્ય કોઈ પણ વ્યક્તિનો હાથ હોવાની શક્યતા નકારી કાઢી છે.

તપાસકર્તા અધિકારીઓ એ બાબતની તપાસ કરી રહ્યા છે કે ઝેરી ગેસ પેદા કરવા માટે લેબોરેટરી ટેક્નિશિયન તરીકે કામ કરતી હિનાએ તેની વૈજ્ઞાાનિક જાણકારીનો ઉપયોગ કર્યો હતો. ગઈ કાલે રાત્રે સ્થાનિક લોકોેએ હિના સોલંકી અને તેની બે પુત્રીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. હિના સોલંકી ગુજરાતના સુરત વિસ્તારની રહેવાસી હોવાનું માનવામાં આવે છે, જોકે તેણે કયા સંજોગો હેઠળ આ પગલું ભર્યું તેનું રહસ્ય હજુ સુધી અકબંધ છે. કેસની તપાાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ હિના સોલંકીની આજુબાજુ રહેતાં પડોશીઓની પૂછપરછ કરી હતી. હિનાના પડોશીઓએ પણ આ ઘટના પ્રત્યે ખૂબ જ નિરાશા વ્યક્ત કરી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com