Nov 01,2014 04:30:21 PM IST
 

કોલીફ્લાવર પનીર ભુર્જી

Apr 15, 2013 18:29 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 3141
Rate: 3.0
Rating:
Bookmark The Article

સામગ્રી
લીલાં મરચાં - ૩ નંગ
લસણ - ૪થી ૬ કળી
આદું - ૧ ટુકડો
લવિંગ - ૨ નંગ
એલાયચી - ૨ નંગ
મરી - ૬થી ૮ નંગ
જીરું - ૧ ટીસ્પૂન
લાલ મરચું - ૧ ટીસ્પૂન
અન્ય સામગ્રીઃ
ટામેટાં - ૨ નંગ
તેલ - ૨ ટીસ્પૂન
સમારેલી ડુંગળી - ૧/૪ કપ
ક્રશ્ડ ફ્લાવર - ૨ કપ
હળદર - ૧/૨ ટીસ્પૂન
પનીર - ૧/૨ કપ
મીઠું - સ્વાદ પ્રમાણે
સમારેલી કોથમીર - ૧ ટેબલસ્પૂન
રીત

ટામેટાંને ૧૦ મિનિટ ગરમ પાણીમાં પલાળી તેની છાલ કાઢી બ્લેંડ કરી લો.

એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન થવા દો.

ત્યારબાદ તેમાં મસાલાની પેસ્ટ મિક્સ કરી ૩થી ૪ મિનિટ ઉકાળો.

હવે તેમાં ફ્લાવર, હળદર, અને ૧/૨ કપ પાણી નાખી તેને ઢાંકીને ૧૦થી ૧૨ મિનિટ પકવો.

ત્યારપછી તેમાં પનીર, ટામેટાંની પ્યુરી અને મીઠું નાખી ૨થી ૩ મિનિટ ઉકાળો.

સબ્જી ગરમ થઈ જાય એટલે તેને કોથમીરથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com