180X600.jpg
Aug 28,2015 02:51:55 AM IST
 

કેબેજ વડાં

Apr 15, 2013 18:29 Special >
 
comment     E-Mail     Print    
 
Viewed: 5079
Rate: 3.2
Rating:
Bookmark The Article

સામગ્રી
અડદની દાળ - ૧/૨ કપ
લીલાં મરચાં - ૧ નંગ
હિંગ - ૧/૨ ટીસ્પૂન
મીઠું - સ્વાદ પ્રમાણે

સમારેલી કોબીજ - ૩/૪ કપ

સમારેલી ડુંગળી    - ૧/૨ કપ
તેલ - તળવા માટે

બાફેલા લીલા વટાણા - ૧ ટેબલસ્પૂન

સમારેલી કોથમીર - ૧/૪ કપ
રીત
અડદની દાળને એક કલાક પાણીમાં પલાળી લો.

હવે અડદની દાળ, લીલાં મરચાં, હિંગ અને ૧/૪ કપ પાણી નાખી તેની પેસ્ટ બનાવી લો.

ત્યારબાદ તેમાં કોબીજ, ડુંગળી, વટાણા, કોથમીર અને મીઠું નાખી સરખી રીતે મિક્સ કરી લો.

હાથની આંગળીઓ પાણીમાં પલાળી થોડું ખીરું હાથમાં લઈ તેના વડાં બનાવી તેમાં વચ્ચે એક કાણું કરી લો.

હવે હળવેથી વડાંને ગરમ તેલમાં નાખી ગોલ્ડન બ્રાઉન કરી લો.

વડાં ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com