Apr 17,2014 03:30:13 AM IST
ચૈત્ર વદ ૦૨ - -
Breaking News આઇપીએલ 7ની પહેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો 41 રને મુંબઈ ઇન્ડિયન્સ સામે વિજય
 

મૂઁગ દાલ હલવા

Apr 15, 2013 18:30 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 4283
Rate: 3.6
Rating:
Bookmark The Article

સામગ્રી

મગની દાળ - ૧ કપ

દૂધ - ૧ કપ

ખાંડ- સવા કપ

એલાયચી પાઉડર - ૧/૨ ટીસ્પૂન

કેસર - થોડા તાંતણા

ઘી - ૬ ટેબલસ્પૂન

બદામની કતરણ    - ૨ ટેબલસ્પૂન

પિસ્તાંની કતરણ - ૨ ટેબલસ્પૂન

કાજુની કતરણ - ૨ ટેબલસ્પૂન

રીત

મગની દાળને ૩થી ૪ કલાક પલાળી તેની પેસ્ટ બનાવી લો.

કેસરને ૧ ટેબલસ્પૂન દૂધમાં પલાળી સાઈડમાં રાખી લો.

હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં મગની દાળની પેસ્ટ નાખી ગોલ્ડન બ્રાઉન કરી લો.

ત્યારબાદ તેમાં ૧ કપ હૂંફાળું દૂધ અને પાણી નાખી શેકો.

પાણી શોષાઈ જાય એટલે તેમાં ખાંડ નાખી ઘી છૂટું ન થઈ જાય ત્યાં સુધી શેકો.

હલવાને હળવે હાથે હલાવો અને ત્યારપછી તેને કેસર, એલાયચી પાઉડર, બદામ-પિસ્તાં અને કાજુની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com