180X600.jpg
Sep 02,2015 04:01:40 PM IST
 

સમરમાં સ્ટાઇલ સાથે સુટેબલ રહેતાં : Footware

Apr 15, 2013 18:39 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2147
Rate: 1.5
Rating:
Bookmark The Article

ટ્રેન્ડ - માનુષી ચોક્સી

ગરમીમાં આઠ-દસ કલાક વર્ક કરનાર માટે જાતને તરોતાજા રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. આઠ-દસ કલાક પગ ફૂટવેરમાં પેક રહેતા હોવાથી પરસેવાને લીધે દુર્ગંધ આવી શકે ત્યારે સમરમાં ખાસ કરીને એવાં ફૂટવેર પસંદ કરો કે જેમાં પગ સ્વચ્છ રહેવાની સાથે સ્ટાઇલ પણ જળવાઈ રહે

* આજે બજારમાં એવા મટીરિયલમાં ફૂટવેર મળે છે જે સમરની સીઝનમાં પણ પગને સ્વચ્છ રાખવાની સાથે સ્ટાઇલિશ લુક આપે છે. કેજ્યુઅલ ફૂટવેરમાં બહુ બધી ડિઝાઇન જોવા મળે છે. સમરમાં કેનવાસના મટીરિયલનાં ફૂટવેર પસંદ કરવામાં આવે છે. તદુપરાંત સ્વેટ લેધર, ક્રોકોડાઇલનું મટીરિયલ પરસેવાને શોષી લે છે. આ મટીરિયલમાં શૂઝ, મોજડી અને ચંપલમાં અવનવી ડિઝાઇન જોવા મળે છે, જે સમરની સીઝનમાં એપ્રોપ્રિએટ રહેવાની સાથે ફેન્સી લુક પણ આપે છે.

* સમર સીઝનમાં તૈયાર કરવામાં આવતાં ફૂટવેર માઇક્રોસોફ્ટી, માઇક્રોમેક્સ અને કોટનના મટીરિયલને મિક્સ કરીને બનાવવામાં આવે છે. જેમાં ફ્લોરલ પ્રિન્ટનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. કલરફુલ ફ્લોરલ પ્રિન્ટ અને ઓપન સ્ટાઇલની ડિઝાઇન સાથેનાં ચંપલ, સેન્ડલ સમરમાં કમ્ફર્ટ સાથે આકર્ષક લુક આપે છે.

* સમરમાં પગ ખુલ્લા રહે તેવી ડિઝાઇનનાં ચંપલ, સેન્ડલ પસંદ કરો. સમરમાં પટ્ટીવાળી ડિઝાઇનનાં ચંપલની ડિમાન્ડ વધી જાય છે. પટ્ટીની જુદી જુદી સ્ટાઇલમાં ગૂંથણી કરીને તૈયાર કરવામાં આવતી ડિઝાઇનમાં પગ ખુલ્લા પણ રહે છે અને આવી ડિઝાઇનનાં સેન્ડલ, ચંપલ સ્ટાઇલિસ્ટ પણ દેખાય છે.

* તદુપરાંત પંજાબી મોજડીને પણ સમરની સીઝનમાં પ્રીફર કરવામાં આવે છે. તે પરસેવાને શોષી લે છે. જુદી જુદી ડિઝાઇન સાથે તૈયાર કરેલી મોજડી કેઝ્યુઅલ ફૂટવેરથી માંડીને વેડિંગ માટેની લક્ઝુરિયસ ડિઝાઇનમાં પણ ઉપલબ્ધ છે. સમરમાં યુઝફુલ થતાં સ્ટાઇલિસ્ટ ફૂટવેરમાં પગની સુંદરતા વધારતી અનેક ડિઝાઇન જોવા મળે છે. પગ વધુ ખુલ્લો રહે તે રીતની પાતળી પટ્ટીની ડિઝાઇન લેડિઝ ચંપલને ગાર્જિયસ લુક આપે છે.          
 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com