180X600.jpg
Jun 27,2016 08:22:28 PM IST
 

ખુશખબર : પેટ્રોલ રૂ. 1.25 સસ્તુ

Apr 16, 2013 11:12 Business >
 
Petrol,Rate,India,Low,Oil Company Tags:   Petrol Rate India Low Oil Company comment     E-Mail     Print    
 
Viewed: 4004
Rate: 5.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૧૫

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો થતાં ઘરેલુ ઓઇલ કંપનીઓેએ સોમવારે પેટ્રોલની કિંમતોમાં લિટરદીઠ એક રૂપિયાનો ઘટાડો કર્યો હતો, જે સોમવાર મધરાતથી જ અમલી બન્યો છે. ચાલુ મહિને પેટ્રોલની કિંમતો બીજી વાર ઘટાડવામાં આવી છે. આ પહેલાં બીજી એપ્રિલે પેટ્રોલની કિંમતમાં લિટરદીઠ ૮૫ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, તેની પહેલાં પણ ૧૬મી માર્ચે બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, જે નવ મહિનાની અંદર સૌથી મોટો ઘટાડો હતો.

  • પેટ્રોલ રૂપિયો સસ્તું થયું
  • નવી કિંમતો સોમવાર મધરાતથી અમલી
  • પખવાડિયામાં બીજી વાર પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરાયો
  • એક મહિના જેટલા સમયમાં ત્રીજી વાર પેટ્રોલના ભાવ ઘટાડાયા
  • બીજી એપ્રિલે પેટ્રોલની કિંમતમાં લિટરદીઠ ૮૫ પૈસાનો ઘટાડો કરાયો હતો
  • જૂન, ૨૦૧૦માં પેટ્રોલને ડી-કન્ટ્રોલ કર્યા પછી ૩૧મી વાર કિંમતોમાં સુધારો અને ૧૧મી વાર ભાવ ઘટાડાયા

ઓઇલ કંપનીઓએ ઘટાડેલી પેટ્રોલની કિંમતોમાં લોકલ સેલ્સ ટેક્સ અને વેટ સામેલ નથી. વેટને સામેલ કરવામાં આવ્યા બાદ અલગ અલગ શહેરોમાં ભાવ જુદા જુદા રહેશે. વેટ સાથે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં લિટરદીઠ ૧.૨૦ રૂપિયાનો ઘટાડો થતાં તે ૬૬.૦૯ રૂપિયા થયું છે. દિલ્હીમાં પેટ્રોલ લિટરદીઠ ૬૭.૨૯ રૂપિયામાં મળતું હતું. નવા સુધારા સાથે મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં લિટરદીઠ ૧.૨૬ રૂપિયાનો ઘટાડો થતાં તેની કિંમત ૭૨.૮૮ રૂપિયા થઈ છે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલ ૭૦.૩૪થી ઘટીને ૬૯.૦૮ અને કોલકાતામાં ૭૪.૭૨થી ઘટીને ૭૩.૪૮ રૂપિયા સસ્તું થયું છે.

પેટ્રોલમાં ઘટાડાની જાહેરાત કરતાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન(આઇઓસી)એ કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે છેલ્લે પેટ્રોલની કિંમતો બેરલદીઠ ૧૧૯.૨૩ ડોલરથી ઘટીને ૧૧૬.૬૧ ડોલર થતાં પેટ્રોલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છેે. બીજી તરફ ડીઝલની કિંમતો યથાવત્ રાખવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે, ડીઝલ પર હાલ લિટરદીઠ ૬.૪૮ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

 પેટ્રોલની કિંમતોમાં વધઘટ
  • પહેલી માર્ચ     ૧.૪૦નો વધારો
  • ૧૬મી માર્ચ     ૨.૦૦નો ઘટાડો
  • બીજી એપ્રિલ   ૮૫ પૈસાનો ઘટાડો
 
શહેર         
જૂનો ભાવ        
નવો ભાવ         
ઘટાડો         
દિલ્હી
૬૭.૨૯
૬૬.૦૯
૧.૨૦
મુંબઈ
૭૪.૧૪
૭૨.૮૮
૧.૨૬
કોલકાતા
૭૪.૭૨
૭૩.૪૮
૧.૨૪
ચેન્નાઈ
૭૦.૩૪
૬૯.૦૮
૧.૨૬
 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com