180X600.jpg
May 29,2016 05:27:55 AM IST
 

ફિલ્મ, સ્પોર્ટ્સ અને હવે રિઅલ એસ્ટેટમાં શિલ્પા શેટ્ટી

Apr 16, 2013 11:47 Entertainment >
 
Shilpa Shetty,Provogue Fashion,Rajasthan Royals,Jaipur,Raj kundra,Real estate Tags:   Shilpa Shetty Provogue Fashion Rajasthan Royals Jaipur Raj kundra Real estate comment     E-Mail     Print    
 
Viewed: 3480
Rate: 5.0
Rating:
Bookmark The Article

મુંબઈ, 16 એપ્રિલ

ફિલ્મ અને ક્રિકેટમાં હાથ અજમાવ્યા બાદ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હવે બિઝનેસમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.  શિલ્પા શેટ્ટી હવે રિઅલ એસ્ટેટના બિઝનેસમાં ઝંપલાવી રહી છે. બિઝનેસમાં પોતાનું હુન્નર બતાવવા માટે શિલ્પાએ 'ગ્રુપ કો ડેવલોપર્સ' નામે કંપની લોન્ચ કરી છે.

શિલ્પાની આ કંપની જમીન માલિકો સાથે મળીને દેશભરમાં હાઉસિંગ પ્રોજેક્ટ પર કામ કરશે. શિલ્પાએ આ બાબતે કહ્યું હતું કે, 'હું આજે પણ મિડલ ક્લાસની યુવતી છું અને એવું જ ફીલ કરી રહી છું. હવે હું મારી જાતને લોકોનાં સસ્તાં, સુંદર અને ટકાઉ સપનાં સાથે જોડી શકીશ.'

શિલ્પાની સાથે આ કંપનીમાં તેના મિત્ર હેમ તેજુજા પણ ભાગીદાર છે. આ કંપનીના બંને 50-50 ટકા ભાગીદાર છે. જો કે શિલ્પા ઘણા સમયથી ફિલ્મોથી દૂર રહી છે અને હવે તે બિઝનેસમાં જ માહેર થવા માંગે છે.
 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com