Sep 02,2014 12:05:24 AM IST
 

વિશ્વની ચોથી મોટી રેલ્વે યાત્રાને ગૂગલે સેલિબ્રેટ કરી

Apr 16, 2013 14:58 Offbeat
 
Tags:   Google Train Indian Railway Railway western railway Mumbai UNESCO Internet comment     E-Mail     Print    
 
Viewed: 3189
Rate: 4.0
Rating:
Bookmark The Article

મુંબઈ, 16 એપ્રિલ

વિશ્વની સૌથી મોટી રેલ્વે સેવામાંની એક ભારતીય રેલ્વેની પહેલી યાત્રાને આજે ગૂગલે સેલિબ્રિટ કરી હતી. ગૂગલે પોતાના અંદાજમાં ઈન્ડિયાના સર્ચ પેજ પર એક ડૂડલ બનાવીને મૂક્યું હતું, જેમાં 160 વર્ષ જૂની યાદો તાજી થાય છે.

160 વર્ષ પહેલાં આજની તારીખ 16 એપ્રિલ 1853માં મુંબઈના બોરીબંદરથી થાણે વચ્ચે ભારતની પહેલી રેલ્વે યાત્રા શરૂ થઈ હતી. આ રેલ્વેએ લગભગ 34 કિમીનું અંતર કાપ્યું હતું. આ એ સમય હતો જ્યારે ઈસ્ટ ઈન્ડિયન રેલ્વે અને ઈન્ડિયન પેનન્સિલર રેલ્વે નામની કંપનીઓ જોડાઈ હતી, જેમાંથી એક કલકત્તામાં અને એક મુંબઈમાં સ્થાપિત કરવામાં આવી છે.

આજે ભારતીય રેલ્વે દુનિયાનું સૌથી મોટું ચોથું નેટવર્ક ગણાય છે.  લગભગ 64 હજાર કિમી ના નેટવર્ક સાથે સાત હજાર સ્ટેશન જોડાયેલાં છે. ભારતીય રેલ્વે પાસે દાર્જિલીંગ હિમાલયન રેલ્વે જેવો જૂનો ટ્રેક પણ છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ ઘોષિત કરાયો છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com