Jul 31,2014 12:54:13 PM IST
 

મૂળ દિલ્હીનાં અમેરિકન અર્થશાસ્ત્રી રાજ શેટ્ટીને બેબી નોબેલ પ્રાઈઝ

Apr 16, 2013 18:27 NRI > US
 
Tags:   Baby Nobel Raj Chetty US Economist Delhi America Indian NRI comment     E-Mail     Print    
 
Viewed: 1103
Rate: 2.0
Rating:
Read in English
Bookmark The Article

વોશિંગ્ટન, તા. ૧૬
 
મૂળ ભારતીય અમેરિકન અર્થશાસ્ત્રી કે જેમના શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ તેમના રાષ્ટ્રવ્યાપી ભાષણમાં રાજ શેટ્ટીનો ઉલ્લેખ કર્યો હતો તેમનું 'બેબી નોબેલ' તરીકે ઓળખાતા પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન કરવામાં આવશે.

નવી દિલ્હીમાં જન્મેલા રાજ શેટ્ટી હાલ હાર્વર્ડમાં અર્થશાસ્ત્રીના પ્રોફેસર છે, જેમને ૨૦૧૩ના 'જોહન બેટ્સ કલાર્ક મેડલ'નાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. પોતાના વિચારો અને જ્ઞાનથી અર્થશાસ્ત્રમાં નોંધપાત્ર યોગદાન કરનાર ૪૦ વર્ષથી ઓછી ઉંમરનાં અમેરિકન અર્થશાસ્ત્રીને દર વર્ષે અમેરિકન ઈકોનોમિક એસોસિયેશન દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. ધ ઈકોનોમિસ્ટે ૨૦૦૮માં વિશ્વના ટોચના આઠ યુવાન અર્થશાસ્ત્રીઓમાં તેમનો સમાવેશ કર્યો હતો. ગયા વર્ષે તેમને મેકઆર્થર ફાઉન્ડેશન દ્વારા જિનિયસ એવોર્ડ મળ્યો હતો. ૨૦૧૨માં ઈન્ડિયન ઈકોનોમેટ્રિક સોસાયટી દ્વારા તેમને મહાલેનોબિસ મેમોરિયલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.઼

શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન માટે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન કરાશે

ભૂતકાળમાં આ એવોર્ડથી જેમનું સન્માન કરવામાં આવ્યું છે તેવા મહાનુભાવોમાં પૌલ ક્રુગમેન, પૌલ સેમ્યુઅલસન, મિલ્ટન ફ્રિડમેન, જોસેફ સ્ટિગ્લિસ્ટ વગેરેનો સમાવેશ થાય છે. શેટ્ટીના મેન્ટર ર્માિટન ફ્ેલ્ડેસ્ટેઈન ઉપરાંત સ્ટીવન લેવિટ્ટ વગેરેનો પણ તેમાં સમાવેશ થાય છે. દરેક ત્રણ ક્લાર્ક એવોર્ડ વિજેતામાંથી એકને નોબેલ પ્રાઈઝ મળેલું છે, અત્યાર સુધીમાં ૩૫ ક્લાર્ક એવોર્ડ વિજેતામાંથી ૧૨ને નોબેલ પ્રાઈઝ મળ્યું છે, આથી તેને બેબી નોબેલ તરીકે ઓળખવામાં આવે છે.

કિન્ડરગાર્ટનના ક્લાસરૃમમાં લેવામાં આવેલું શિક્ષણ ભવિષ્યમાં ઉપયોગી બને કે કેમ તે અંગેના તેમના રિસર્ચ પેપર તથા શિક્ષક અને વિદ્યાર્થીઓની પુખ્તાવસ્થામાં વેલ્યૂ એડેડ કાર્યક્ષમતાની લાંબાગાળે અસરોને લગતા રિસર્ચ પેપર માટે તેમને આ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે, તેમના આ રિસર્ચ પેપરનો ઓબામાએ તેમના ભાષણમાં ઉલ્લેખ કર્યો હતો.

શેટ્ટી જ્યારે ૯ વર્ષની ઉંમરનાં હતા ત્યારે તેમના માતાપિતા અમેરિકામાં વસવાટ કરવા માટે આવ્યા હતા. શેટ્ટીએ મિલવાયેકી અને હાર્વર્ડ યુનિર્વિસટીમાં અભ્યાસ કર્યો હતો, ફક્ત ૨૩ વર્ષની ઉંમરે તેઓ બર્કલે યુનિર્વિસટીમાં અર્થશાસ્ત્ર વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર હતા.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com