Oct 23,2014 10:39:54 PM IST
 

ભારતીય આઈટી વ્યવસાયીઓએ યુએસ ઇમિગ્રેશન બિલ આવકાર્યું

Apr 17, 2013 18:16 NRI > US
 
Tags:   India IT US America Visa Emigration Green Card Job comment     E-Mail     Print    
 
Viewed: 5754
Rate: 0
Rating:
Bookmark The Article

વોશિંગ્ટન, તા. ૧૭

યુએસ દ્વારા અમલમાં મૂકવામાં આવનાર સુધારેલી ઇમિગ્રેશન વિઝાનીતિને ભારતીય આઈટી વ્યવસાયીઓ દ્વારા આવકારવામાં આવી છે. ખાસ કરીને તેની કેટલીક જોગવાઈઓ કે જેમાં ગ્રીનકાર્ડ, મેરિટ આધારિત વિઝા તેમજ એચ-વન બી ક્વોટામાં વધારો કરવાની જોગવાઈઓ ભવિષ્યમાં આઈટી પ્રોફેશનલ્સ માટે આશીર્વાદરૃપ પુરવાર થશે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગ્રીનકાર્ડ અને મેરિટ આધારિત વિઝાના નિયમોને આવકાર

અમેરિકામાં હજારો ભારતીય આઈટી વ્યવસાયીઓ એચ વન બી વિઝા પર કામ કરે છે તેઓ એક વખત જોબ ગુમાવે તે પછી નવી જોબ શોધવા માટે તેમને ૬૦ દિવસ આપવામાં આવ્યા છે. બિલની આ જોગવાઈને કારણે ભારતીય પ્રોફેશનલ્સમાં ઉત્સાહ વ્યાપ્યો હતો. હાલ એવી જોગવાઈ છે કે કોઈ પણ આઈટી વ્યવસાયી જોબ ગુમાવે તે દિવસે જ તેણે અમેરિકા છોડીને તેના મૂળ દેશમાં પાછા ચાલ્યા જવું પડે છે. નોર્થ અમેરિકન એસોસિયેશન ઓફ ઇન્ડિયન આઈટી પ્રોફેશનલ્સનાં શોજી મેથ્યુના જણાવ્યા મુજબ માલિકો દ્વારા આઈટી પ્રોફેશનલ્સને ટાર્ગેટ બનાવવા માટે આ જોગવાઈનો ખોટો દુરુપયોગ કરવામાં આવે છે.

જો સુધારેલું ઇમિગ્રેશન બિલ અમલમાં આવશે તો ભારતીયોને ખોટી રીતે જોબમાંથી છૂટા કરીને હેરાન કરવાનું બંધ કરી શકાશે. કોંગ્રેસ દ્વારા તે પાસ કરાયા પછી યુએસ પ્રમુખ દ્વારા તેના પર સહીસિક્કા કરવામાં આવશે. બિલમાં કહેવામાં આવ્યું છે કે એચ-વન બી વર્કર્સને જોબ બદલવા માટે ૬-દિવસનો સમય આપવામાં આવ્યો છેઆનો મતલબ એવો કરી શકાય કે અમેરિકા લાયકાત ધરાવતાં લોકોને તેના પોતાના દેશમાં જ રાખે છે.

નવી નોકરી શોધવા માટે ૬૦ દિવસની છૂટ મળવાથી માલિકો અને કર્મચારીઓ બંનેને ફાયદો થશે. અમેરિકના આઠ સાંસદોનું ગ્રૂપ આ મુદ્દે સર્વસંમતિ સાધી શક્યું છે.

ગ્રીનકાર્ડ આપવા માટેની જોગવાઈઓ વધારે સરળ બનાવવામાં આવી છે તે અંગે પણ આઈટી વ્યવસાયીઓમાં ઉત્સાહ છે. અમેરિકાના કાયમી વસાહતી તરીકેનો તે પુરાવો છે, નવા બિલમાં એચ વન બી વિઝા માટેનો ક્વોટા ૬૫,૦૦૦થી વધારીને ૧,૧૦,૦૦૦ કરવાની દરખાસ્ત છે. ઉચ્ચ ડિગ્રીધારકો માટે વધારાની ૨૦,૦૦૦ની મર્યાદા ૨૫,૦૦૦ કરવાની પણ તેમાં તરફેણ કરાઈ છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com