Sep 30,2014 03:39:57 PM IST
 

શું સેક્સના કારણે દોસ્તી તૂટવાનો ભય રહે છે?

Apr 18, 2013 12:43 Offbeat
 
Tags:   Sex Man Woman Girl Friendship Love Friend comment     E-Mail     Print    
 
Viewed: 11452
Rate: 4.3
Rating:
Bookmark The Article

18, એપ્રિલ

લવ અને લસ્ટમાં ફરક હોય છે, પરંતુ દોસ્તીનો પાયો જો માત્ર લસ્ટ હોય તો તમારે ચેતી જવું જોઈએ. ઘણી મિત્રતા સેક્સ સુધી  પહોંચે છે, તો કેટલીક મિત્રતા લગ્ન સુધી પણ પહોંચે છે, પરંતુ સવાલ એ છે કે લગ્ન પહેલાં જ જો તમે તમારા મિત્ર સાથે સેક્સ માણ્યું હોય તો શું તમે શાંતિ થી રહી શકો છો. શું તમે સેક્સના વિચારોને ભૂલી શકો છો? શું સેક્સ કરવાથી દોસ્તીમાં ફેર પડે છે, તે સવાલ વિશેની કેટલીક દલીલો આપણે જાણીએ.
કોઈપણ શખ્સને પોતાનો સેક્સ પાર્ટનર પસંદ કરવાની આઝાદી હોય છે. આ આઝાદી યુવક અને યુવતી બંનેને લાગુ પડે છે, પરંતુ સમસ્યા ત્યારે પેદા થાય છે જ્યારે યુવક કંઈક અલગ વિચારે છે અને યુવતીના વિચારો સેક્સ માટે અલગ હોય છે.જો તમે કોઈપણ પ્રકારના દબાણ વગર અને તમારા મનથી સેક્સ્યુઅલ રિલેશન બનાવી રહ્યાં છો, તો તમને કોઈ પસ્તાવો થવો જોઈએ નહીં. નાબાલિગ લોકો વચ્ચે થયેલાં સેક્સ્યુઅલ રિલેશનમાં આ પ્રકારની ભાવના હોવી ના જોઈએ.જો તમને તમારી મિત્રતા વધુ ગમતી હોય તો સેક્સને જલ્દી મહત્વ ના આપો. કોઈપણ ઈમોશનલ લાગણીમાં તણાયા વગર પહેલાં વિચારો. સેક્સ એ મરજીનો વિષય છે, જેથી તમારા મિત્રને દબાણ થયા વગર સેક્સ માટે તૈયાર થાઓ.


ઘણાં લોકોને એવો ડર સતાવતો હોય છે કે તેમણે પોતાના મિત્ર સાથે સેક્સ માણ્યું છે, તેથી હવે તેમના સંબંધો સામાન્ય રહેશે નહીં અથવા પહેલાં જેવા રહેશે નહીં. એવું એટલા માટે થતું હોય છે કેમ કે તમે જ્યારે મિત્રતા કરો છો, ત્યારે નિર્દોષ ભાવે કરો છો, પરંતુ આગળ જતાં તમે તે સંબંધના નજીક જવા લાગો છો.કોઈપણ સંબંધ માટે તમારી જાતને પહેલાં તો તૈયાર કરવી જોઈએ અને ડર્યા વગર નિર્ણયો લેવા જોઈએ. તમારી સામાજિક વિચારસરણી ક્યારેક તમારા પર હાવી થશે, એવો જો તમને ડર સતાવતો હોય તો તમે પહેલાં જ વિચાર કરી લેજો. માણસનાં નૈતિક સવાલો તેની પરિપક્વતા પર ભારે પડી શકે છે, જેથી તમારે દોસ્તીને લવમાં ફેરવવી છે કે કેમ તે જાતે જ નક્કી કરી લેવું જોઈએ.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com