180X600.jpg
Feb 08,2016 05:09:18 AM IST
 

ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયા ફરી પસંદગીનો દેશ

Apr 18, 2013 15:01 NRI >
 
Tags:   Australia India Student Visa NRI comment     E-Mail     Print    
 
Viewed: 2103
Rate: 0
Rating:
Bookmark The Article

સીડની, તા. ૧૭

ભારતીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયા ફરી પસંદગીના દેશ તરીકે ઊભરી આવ્યો છે. ભારતના વિદ્યાર્થીઓ પર ત્યાં ૨૦૦૯ અને ૨૦૧૦માં વંશીય હુમલાઓ કરવામાં આવ્યા હોવા છતાં શિક્ષણ માટે મોટાભાગના ભારતીયો તેને બીજા ક્રમનો પસંદગીનો દેશ માની રહ્યા છે. શિક્ષણ માટે ભારતીયોનો સૌથી પહેલો પસંદગીનો દેશ અમેરિકા છે.

  • વિદેશમાં અભ્યાસ માટે પસંદગીના દેશ તરીકે બીજા નંબરે
  • શિક્ષણ માટે સૌથી પહેલો પસંદગીનો દેશ અમેરિકા

લોવી ઇન્સ્ટિટયૂટ તેમજ ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ દ્વારા હાથ ધરવામાં આવેલા સરવેમાં ૭૫ ટકા લોકોએ શિક્ષણ માટે બીજા પસંદગીના દેશ તરીકે ઓસ્ટ્રેલિયા પર પસંદગી ઉતારી હતી, તેમણે અમેરિકાને પહેલો નંબર આપ્યો હતો. ભારતમાં અનેક મુશ્કેલીઓ અને પ્રતિકૂળતાઓ વચ્ચે પણ ભારતીયો ઓસ્ટ્રેલિયાને પસંદ કરતાં હતાં તેમ રોરી મેડકાફે જણાવ્યું હતું.

ભારતીય વિદ્યાર્થીઓ પર વંશીય હુમલાની ઘટનાઓ હજી ભૂલી શકાઈ નથી. ૬૨ ટકા ભારતીયો હજી પણ વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાને ખતરનાક દેશ માની રહ્યાં છે જ્યારે ૬૧ ટકા લોકો માને છે કે આ હુમલા વંશીય હતા. ૧,૨૩૩ લોકોના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા જેમાંથી ૬૦ ટકા લોકોએ ઓસ્ટ્રેલિયાની જેમ તેમને ભારત સરકાર અને ભારતીય સમાજ ગમતો હોવાનું જણાવ્યું હતું.

મોટાભાગના ભારતીયોએ નિકટના સહયોગી દેશ તરીકે ટોપ ફોરમાં ઓસ્ટ્રેલિયાને સ્થાન આપ્યું હતું. આ ચાર દેશોમાં અમેરિકા, જાપાન, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનાં સંબંધોમાં શિક્ષણ, લોકશાહી અને ક્રિકેટ મહત્ત્વનાં પરિબળો હતાં, જો બંને દેશો વચ્ચે ક્રિકેટ પ્રત્યે લગાવ અને આકર્ષણ ન હોત તો બંને દેશો વચ્ચેના સંબંધો હજી પણ ઊભર્યા ન હોત, જોકે બંને દેશો વચ્ચે હજી વધુ હૂંફાળા સંબંધો બાંધવા માટે ઘણુંબધું કરવાનું બાકી છે તેમ એઆઈઆઈના ડિરેકટર અમિતાભ મટ્ટુે જણાવ્યું હતું.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com