180X600.jpg
Feb 09,2016 11:19:07 PM IST
 

યુકેમાં ભારતીય વિદ્યાર્થીને બળાત્કારના આરોપ હેઠળ ૧૦ વર્ષની સજા

Apr 18, 2013 16:22 NRI >
 
Tags:   UK Indian Rape Police Arrest NRI Student comment     E-Mail     Print    
 
Viewed: 2816
Rate: 2.0
Rating:
Bookmark The Article

લંડન : 18, એપ્રિલ

ભારતિય મુળના એક વિદ્યાર્થીને યુકેમાં બળાત્કારના ગુના હેઠળ ૧૦ વર્ષની સજા ફટકારવામા આવી છે, ૨૫ વર્ષીય વિદ્યાર્થી પર આરોપ છે કે તેણે યુકેની એક ટીવી અભિનેત્રી પર હોટેલમાં બળાત્કાર ગુજાર્યો હતો. સોબી જ્હોન નામનો આ યુવક અને અભિનેત્રી એક બર્થ ડે પાર્ટીમાં મળ્યા હતા તે દરમિયાન અભિનેત્રીએ પુષ્કળ પ્રમાણમાં દારૃનું સેવન કર્યું હતું, પાર્ટી પુરી થયા બાદ તે હોટેલના એક રૃમમાં આરામ કરી રહી હતી, એવામાં જ્હોને હોટેલના રૃમની ડુપ્લીકેટ ચાવી બનાવીને પ્રવેશ કર્યો હતો. જ્હોને ત્યાં અભિનેત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો, દારૃનું સેવન કર્યું હોવાથી અભિનેત્રી પોચાનો બચાવ કરવામાં નિષ્ફળ રહી હતી. યુ.કે.ની સાઉથવોર્ક ક્રાઉન કોર્ટના જજ એલીસ્ટેઇર મેકક્રેથે જ્હોનને ૧૦ વર્ષની સજા સંભળાવતા નોંધ્યું હતું કે ટીવી સ્ટાર પોતાનો બચાવ કરી શકે તેવી અવસ્થામાં નહોતી અને એવામાં તેના પર જ્હોને બળાત્કાર ગુજાર્યો હતો, જે અંતી ગંભીર ગુનો બને છે. 

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com