180X600.jpg
May 03,2016 10:22:37 AM IST
 

રણબીર જ મને સમજી શકે! : દીપિકા

Apr 18, 2013 19:06 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 4649
Rate: 2.0
Rating:
Bookmark The Article

આપણું બોલિવૂડ દીપિકાને લકી ગર્લ માનવા લાગ્યું છે. 'કોકટેલ' અને 'રેસ-૨'ની જબરદસ્ત સફળતા પછી

દીપિકા સાતમા આસમાને છે. 'યે જવાની હૈ દીવાની'નું ગીત 'બલમ પિચકારી' અત્યારથી ધૂમ મચાવી રહ્યું છે, ત્યારે દીપિકા ખુલ્લા દિલે વાત કરે છે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ વિશે...

* 'કોકટેલ' અને 'રેસ-૨' પછી આ તમારો બેસ્ટ સમય હશે?

હું હંમેશાં ગ્રે શેડના કેરેક્ટર ભજવવા માટે જોખમ ઉપાડવા તૈયાર રહું છું. વેરોનિકાનું પાત્ર મેં કરેલા તમામ રોલમાં તદ્દન ડિફરન્ટ અને ઇનોવેટિવ હતું. તે કોઈ નિયમોમાં બંધાયેલી નથી, તે પોતાની રુલ્સમેકર છે. મને 'કોકટેલ'માં કામ કરવાની એવી મજા આવી કે જાણે હું મારા જ ઘરમાં ધમાલ કરતી હતી. તે પછી 'રેસ-ર'ને મળેલી સફળતા અનન્ય રહી. પાછલી ફિલ્મ હિટ રહી અને મારી આવનારી બધી જ ફિલ્મ બિગ બજેટ અને માય બેસ્ટી છે.

* તમારી કઈ કઈ ફિલ્મ્સ આવશે?

આ વર્ષે મારી ચાર બિગ બિગ ફિલ્મ આવશે. સૌ પ્રથમ અયાન મુખર્જીની 'યે જવાની હૈ દીવાની' આવશે. ત્યાર પછી સર રજનીકાંત સાથેની 'કોચડૈયાન' જેનું સ્ક્રીનિંગ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં થવાનું છે. શાહરુખ ખાન સાથે 'ચેન્નાઈ એક્સપ્રેસ' અને સંજય લીલા ભણસાલીની 'રામલીલા'નું શૂટિંગ ચાલી રહ્યું છે.

* તમારા બ્રેકઅપ પછી તમે રણબીર સાથે કેવી રીતે કામ કરી શક્યાં?

ભૂતકાળ હંમેશાં તમારા જીવનમાં રોલ નથી ભજવતો. એ વાત સાચી કે મારા અને રણબીર વચ્ચે ખાસ્સો એવો સમય રિલેશનશિપ રહી હતી, પણ અમે મિત્રો તો આજીવન માટે છીએ. અમે બંને એકબીજાને સારી રીતે સમજીએ છીએ. શૂટિંગમાં અમે સારો એવો સમય સાથે વિતાવ્યો છે. આમ પણ મારી અને રણબીરની કરિયર એક જ પ્રવાહમાં દોડે છે. જ્યારે તેણે 'સાંવરિયા' કરી તો મારી 'ઓમ શાંતિ ઓમ' આવી. 'બરફી' કરી તો 'કોકટેલ' આવી. સાથે આ પહેલાં 'બચના એ હસીનો' કરવા મળી હતી. રણબીર ઇઝ બેસ્ટ પર્સન ફોર મી ઓલ્વેઝ. જોકે, રણબીર જ મને સમજી શકે!

* એક્ટ્રેસ તરીકે બોલિવૂડમાં તમને જોઈએ તેવા રોલ મળે છે?

હા, મને રોલની પસંદગીમાં વિવિધતા મળે છે. મારે જે કામ કરવું હતું તે મને કરવા મળ્યું છે. આપણે ત્યાં પણ હવે ઘણી બધી અલગ ફિલ્મ્સ બનવા લાગી છે, જેના લીધે અલગ રોલ મળવાના જ. મારું સ્વપ્ન હતું કે સંજય સર સાથે કામ કરવા મળે જે ડ્રીમ મારું સાકાર થયું છે.

 
Share This




 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com