180X600.jpg
May 25,2016 06:25:34 PM IST
 

મહિલાઓને દેહ વ્યાપાર માટે સિંગાપોર લઇ જતા બે વિરુદ્ધ આરોપો ઘડાયા

Apr 19, 2013 13:07 NRI >
 
Prostitutes,India,Singapor,Police,Women Tags:   Prostitutes India Singapor Police Women comment     E-Mail     Print    
 
Viewed: 3149
Rate: 0
Rating:
Bookmark The Article

સિંગાપોર : 19, એપ્રિલ

ચાર ભારતીય મહિલાઓને સિંગાપોરમાં દેહવ્યાપાર માટે લઇ જનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી, ગુરુવારે આ શખ્સોની વિરુદ્ધ આરોપો ઘડાયા હતા. બાલાક્રીશનન તામિલ સેલવેન (ઉં.૨૮) અને કિન્નઇયા આનંનથાપ્રબુ (ઉં.૨૫) બન્નેએ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રીલ માસમાં આ ચાર ભારતીય મહિલાઓને દેહવ્યાપાર માટે સિંગાપુર લઇ જતા ઝડપાયા હતા. બાલાક્રિષ્નન ફેબ્રુઆરી માસમાં બે મહિલાઓને સિંગાપુરમાં દેહવ્યાપાર માટે લઇ ગયો હતો, જોકે પોલીસે તેની તપાસ બાદ ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક શખ્સ કિન્નઇયાને એપ્રીલ માસમાં બે મહિલાઓને દેહ વ્યાપાર માટે લઇ જતો ઝડપી લેવામાં આવ્યો હતો. આ બન્ને શખ્સોની વિરુદ્ધ માનવ તસ્કરી અને દેહવ્યાપાર વિરુદ્ધના આરોપો ઘડાયા હતા, જેમાં બન્ને શખ્સોને પાંચ વર્ષની જેલ અને ૧૦,૦૦૦ ડોલરનો દંડ થઇ શકે છે.

 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com