Oct 31,2014 09:29:45 AM IST
 

૮૧ ટકા લોકો ફેસબુક પર બોસને ફ્રેન્ડ બનાવવા નથી માગતા

Apr 19, 2013 19:18 Offbeat
 
Tags:   Boss Facebook Friend Employee Man Internet comment     E-Mail     Print    
 
Viewed: 1195
Rate: 3.0
Rating:
Bookmark The Article

19, એપ્રિલ

ફેસબુક ફ્રેન્ડને લઈને બે વેબસાઇટ દ્વારા એક સરવે કરવામાં આવ્યો છે, જેમાં લગભગ ૮૧ ટકા લોકોએ એવું કહ્યું છે કે, તેઓ ક્યારેય પણ નહિ ઇચ્છે કે ફેસબુક ફ્રેન્ડમાં તેમના બોસનો સમાવેશ થાય.

બે વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા આ સરવેમાં લગભગ ૭૨૨ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાંથી ૮૧ ટકા લોકોએ ફેસબુક ફ્રેન્ડમાં તેમના બોસનો સમાવેશ કરવાની ઘસીને ના પાડી દીધી હતી. આ સરવેમાં પુરુષોએ તો બોસને ફ્રેન્ડ બનાવવાની ના જ પાડી હતી પરંતુ મહિલાઓએ કહ્યું કે, ફ્રેન્ડ લિસ્ટમાં બોસને ફ્રેન્ડ બનાવવામાં તેમને કોઈ વાંધો નથી, વળી

એવું પણ જાણવા મળ્યું છે કે, મોટાભાગે ૨૫થી ૩૪ વર્ષની ઉંમરની વ્યક્તિઓ સોશિયલ નેટર્વિંકગ સાઇટ પર પોતાના બોસની સાથે વધારે ફ્રેંડલી છે, પરંતુ એક સર્વસંમતિ જોવા મળી છે કે, ફેસબુક પર સહકર્મચારી અને બોસને ફ્રેન્ડ બનાવવાથી અસહજતા અનુભવાય છે. અન્ય એક સરવેમાં ૫૫ ટકા લોકોએ સહકર્મચારીને ફ્રેન્ડ બનાવવાની ના પાડી હતી અને ૪૫ ટકાએ હા પાડી હતી જેની પાછળનું મુખ્ય કારણ હતું કે તેઓ પોતાની પર્સનલ લાઇફ અને કોલેજ વખતના ફોટાઓ સહકર્મચારી આગળ ખુલ્લા પાડવા નથી માગતા, આમ જોવા જઈએ તો આ વાત યોગ્ય પણ છે, કેમ કે ઘણી વખત ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટને લીધે ઘણાં લોકોને પોતાની નોકરી પણ ગુમાવવી પડી છે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com