180X600.jpg
Jul 26,2016 06:07:21 AM IST
 

બળાત્કારનો આરોપી બિહારથી પકડાયો, ટ્રાજિંટ રિમાન્ડના આદેશ

Apr 20, 2013 10:49
 
Delhi Police,Rape,Gang Rape,Minor Girl,Shiela Dixit,Mamata Sharma,Manmohan Singh,AIMS Tags:   Delhi Police Rape Gang Rape Minor Girl Shiela Dixit Mamata Sharma Manmohan Singh AIMS comment     E-Mail     Print    
 
Viewed: 8502
Rate: 3.1
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 20 એપ્રિલ

દિલ્હીમાં 5 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસ આરોપી મનોજને લઈને બિહારથી દિલ્હી માટે રવાના થઈ ગઈ છે. તેની પહેલાં પોલીસ આજે સવારે મુઝફ્ફરપુરના એસડીજેએમ કોર્ટ પહોંચી, જ્યાં પોલીસે આરોપી મનોજ માટે ટ્રાંજિટ રિમાન્ટની અપીલ કરી હતી. કોર્ટે 3 દિવસના ટ્રાંજિટ રિમાન્ડની અપીલ મંજૂર પણ કરી દીધી છે.

ગઈરાત્રે 2 વાગે આરોપી મનોજને બિહારના મુઝફ્ફરપુરમાંથી પકડવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યાં પ્રમાણે પૂર્વી દિલ્હીનાં ગાંધીનગર વિસ્તારમાં બાળકી સાથેસ રેપ કરનારને ચિકનોટા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પકડી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મનોજના લગ્ન થોડા સમય પહેલાં જ થયા હતાં. મનોજ પોતાની પત્ની સાથે રહેતો હતો, પરંતુ આ ઘટના બન્યાના થોડા દિવસ પહેલાં જ તેની પત્ની પિયર ચાલી ગઈ હતી.

પત્નીના પિયર ગયા બાદ જ મનોજે પોતાના ઘરમાં બાળકી સાથે બળાત્કાર કર્યો હતો. જો કે મનોજ આરોપોથી ઈનકાર કરી રહ્યો છે. મનોજ કહે છે કે તે ઘટના વખતે રૂમમાં હાજર ન હતો. માત્ર પાંચ વર્ષની બાળકી સાથે રેપ થયાની ઘટનાથી દુખી વડાપ્રધાને શક્ય તે તમામ સારવારનો આદેશ આપ્યો છે. દિલ્હીમાં એક વખત ફરી આ બળાત્કારનો ભારે વિરોધ થયો છે.
 
Share This